તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાણામાં આધાર કાર્ડની કામગીરી ઠપ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાણા ગામે આધાર કાર્ડની કામગીરી ચાર-પાંચ દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવાતા ટાણાવાસીઓમાં વ્યાપક રોષ ભભુકી ઊઠયો છે. સિહોર તાલુકાના ટાણા ગામે થોડા દિવસો પૂર્વે આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ૦થી ૧૬નો સ્કોર ધરાવતા બીપીએલના લાભાર્થીઓ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. એક કમ્પ્યુટર આખા દિવસ દરમ્યાન લગભગ ૪૦ વ્યકિતની એન્ટ્રી કરી શકે છે.

ટાણા ગામે આધાર કાર્ડની કામગીરી ૧૦ દિવસ જ ચાલી. તેમાં કયારેક એક કોમ્પ્યુટર તો કયારેક બે કોમ્પ્યુટર કાર્યરત હતા. ટાણા ગામે અંદાજે પ૦૦ રેશનકાર્ડ બીપીએલના છે. એક રેશન કાર્ડમાં સરેરાશ ૪ વ્યકિત ગણો તો પણ કુલ બે હજાર જેટલી સંખ્યા થાય.હવે ચાર-પાંચ દિવસમાં ૮૦ લેખે ગણો તો પણ ૪૦૦ વ્યકિતના આધાર કાર્ડ માટેની કામગીરી શકય બની હોય.જયારે ટાણા ગામની વસતિ ૧૨ હજાર જેટલી છે. બાકીના અરજદારોનું શું? આ કામગીરી હાલમાં બંધ છે. આટલા મોટા ગામમાં ઘણા દિવસો સુધી આ કામગીરી ચાલે ત્યારે આખા ટાણા ગામને આધારકાર્ડ મળી શકશે. નહીંતર સરકાર વિવિધ સરકારી યોજના માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવશે ,પરંતુ ટાણાવાસીઓનાં હાથમાં આધાર કાર્ડ નહીં આવ્યું હોય, હાલમાં તો ટાણાવાસીઓ પોતાના ગામમાં વહેલામાં વહેલી તકે પુન: આ કામગીરી શરૂ થાય તેની રાહ જોઇ રહયા છે.

- વિદ્યાર્થીઓ અને સામાજિક સુરક્ષાના લાભાર્થીઓ માટે જ કામગીરી શરૂ છે

સરકારશ્રીની સુચના અનુસાર અભ્યાસ કરતાં વિધાર્થીઓ કે જેઓને સ્કોલરશિપ મળવાની છે તેઓને અને સામાજિક સુરક્ષાના લાભાર્થીઓને જ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. ટાણા ગામે પણ આ જ રીતે સંઘવી ટી.ઝેડ. હાઇસ્કૂલના વિધાર્થીઓ અને ગામના સામાજિક સુરક્ષાના લાભાર્થીઓને જ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને હાલ આ કામગીરી સિહોર તાલુકાના દરેક ગામડાઓમાં ચાલુ છે.
બી.કે. પટેલ, મામલતદાર સિહોર