તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચારધામની યાત્રાએ ગયેલો મહુવાનો પરિવાર હજુ લાપતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિવિધ સ્થળોએ બે અઠવાડીયા સુધી શોધખોળ કરી નિરાશ થઇ પરત ફરેલા પુત્રો

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલ મહુવાના કંસારા જ્ઞાતિના બુસા પરિવારની હજુ સુધી કોઇ ભાળ કે ખત ખબર ન મળતા બુસા પરિવારમાં ભારે ચિંતા ના વાદળો છવાયા છે.રાધેશ્યામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ દ્વારા મહુવાના કંસારા જયપ્રકાશ પ્રતાપરાય બુસા તેમના પત્ની વર્ષાબેન અને જામનગરના પુષ્પાબેન ગોરડીયા, ગંગોત્રી અને યમનોત્રી બે ધામની યાત્રા પુરી કરી કેદારનાથ યાત્રા ધામમાં જવા માટે નીકળેલા તે સમયે તા.૧પ/૬ના રોજ તેમની સાથે છેલ્લી વાત થયા પછી આજ સુધી કોઇપણ જાતની ભાળ મળેલ નથી.

આથી ચારધામની યાત્રાએ ગયેલ અને લાંબા સમય સુધી ભાળ ન મળતા પરિવારની શોધ-ખોળ કરવા બુસા પરિવારના પુત્રો અમિતભાઇ, હર્ષલભાઇ તેમજ તેમના કાકા ધર્મેશભાઇ (કેનેડા), મિતેષભાઇ (મુંબઇ), મનિષભાઇ (ન્યુઝીલેન્ડ) વિગેરે કુટુંબીજનો ઋષિકેશ સહિ‌ત વિવિધ સ્થળે વિવિધ જગ્યાએ પોલીસ, હોસ્પિટલ, હોટલ, બસ સ્ટેશન, હેલીપેડ ઉપર બે અઠવાડિયા સુધી સતત શોધખોળ હાથ ધરેલ તેમ છંતા પરિવાર જનોની કોઇ ભાળ ન મળ્તા નિરાશ થઇ ગઇકાલે પરત ફરેલ છે. હોનારત બાદ તેમના આજે ૨૦ દિવસ બાદ પણ કોઇ સમાચાર પ્રાપ્ત થયા ન હોય તેથી તેમના વૃદ્ધ પિતા પ્રતાપભાઇ ગંગાદાસ બુસા અને તેમનો પુત્ર કૃણાલ તથા કુટુંબીજનો અને સમગ્ર કંસારા સમાજ ભારે ચિંતા ગ્રસ્ત થયો છે.