• Gujarati News
  • Standard 12 Science In Bhavnagar District Of 89.94 Per Cent Result

ધો.૧૨ સાયન્સમાં ભાવનગર જિલ્લાનું ૮૯.૯૪ ટકા પરિણામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ૧૪ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ : જ્ઞાન મંજરીના સાત અને સ્વામીનારાયણ ગુરૂકુળના પાંચ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો

ધો.૧૨, સાયન્સના વેબસાઈટ પર જાહેર થયેલ પરિણામમાં ભાવનગર જિલ્લાના ૪૩૩૭ વિદ્યાર્થીઓ પાસ થતા ભાવનગરનું ૮૯.૯૪ ટકા જેવું વિક્રમી પરિણામ આવેલ છે. એ-વન ગ્રેડમાં ૧૪ જેટલા વિદ્યાર્થી‍ઓ પાસ થયેલ છે. જો કે શાળાઓમાંથી પરિણામ તો તા.૧૮ મેના રોજ મળશે. જેમાં પણ કોઇ રોમાંચ રહેશે નહી અને માત્ર પાસ થયેલા વિદ્યાર્થીઓ જ પરિણામ લેવા પોતાની શાળા સુધી ધક્કો ખાય છે. બાકીના પરિણામ તો શાળામાં સાચવવા પડે છે. આજે સમગ્ર ગુજરાત ર્બોડનું પરિણામ પણ ૯૨.પ૩ ટકા જેવું ઉંચુ આવ્યુ છે. જિલ્લામાં ૧૪ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ આવ્યો છે જેમાં જ્ઞાન મંજરીના સાત અને સ્વામીનારાયણ ગુરૂકુળના પાંચ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ધો.૧૨, સાયન્સનાં ભાવનગર જિલ્લાના કુલ ૪૮૮૬ વિદ્યાર્થીઓમાંથી પરીક્ષામાં ૪૮૨૨ હાજર રહ્યાં હતા આ વિદ્યાર્થીઓ પૈકી ૪૩૩૭ પાસ અને ૪૮પ નાપાસ થતા ભાવનગર જિલ્લાનું પરિણામ ૮૯.૯૪ ટકા પરિણામ આવ્યુ છે. ભાવનગર જિલ્લાના ત્રણ કેન્દ્રોમાં ભાવનગર કેન્દ્રનું પરિણામ ૯૧.૯૪ ટકા રહ્યું તો બોટાદ કેન્દ્રનું ૯૬.૯૦ ટકા, મહુવા કેન્દ્રનું ૭૬.પ૯ ટકા પરિણામ જાહેર થયેલ છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે પરિણામમાં જબ્બર વધારો થયો છે. જેથી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ધસારો વધશે.

જ્ઞાનમંજરીના સાત વિદ્યાર્થીને એ-વન ગ્રેડ
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી જ્ઞાનમંજરી શાળાના સાત વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ આવ્યો છે. જેમાં પરીખ કવન, ડોંડા સાગર, દેસાઇ કિશન, ચુડાસમા યુવરાજ, ભટ્ટ જય, જોષી યશ અને પટેલ રવિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંસ્થાના ૬૭ વિદ્યાર્થીઓએ ૯૯થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યાં છે. તો ૩૯૧ વિદ્યાર્થીઓએ ૯૦થી વધે પર્સન્ટાઇલ મેળવ્યાં છે. ૧૦૩ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. આ સંસ્થાના ત્રણ તેજસ્વી વિદ્યાર્થી દેસાઇ કિશન, ચુડાસમા યુવરાજ અને જોષી યશે ૯૯.૯૯ પર્સન્ટાઇલ મળવી સિદ્ધિ હાંસલ કરી છે.

સ્વામિનારાયણ ગુરૂકુળના પ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ
શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ગુરુકુળના કુલ ૩૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૧૬૯ વિદ્યાર્થીને ૯૦થી વધુ પર્સન્ટાઇલ આવ્યાં છે. સમગ્ર જિલ્લામાંથી એ-વન ગ્રેડ મળવનારા ૧૪ વિદ્યાર્થીઓ પૈકી આ સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ આવ્યો છે. જેમાં એડવીન મસકેરાન્હન્સને ૯૯.૯૯, અભિષેક પોલને ૯૯.૯૭, નિધી શેઠને ૯૯.૯૬,ધારા પટેલને ૯૯.૮૭ અને સિમરન વાસવાણીને ૯૯.૭૯નો સમાવેશ થાય છે. જ્યારે એ-ટુ ગ્રેડમાં સમગ્ર જિલ્લામાં ૧૭૬ વિદ્યાર્થીઓ છે તેમાં આ સંસ્થાના પ૦ વિદ્યાર્થીઓએ એ-ટુ મેળવ્યો છે.

ગત વર્ષની તુલનામાં આ વર્ષે ૨૦૧૧ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા
ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ધો.૧૨ સાયન્સમાં કુલ ૨૩૨૬ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા તેની તુલનામાં આ વર્ષે વિક્રમી પરિણામ આવતા જિલ્લામાં કુલ ૪૩૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે ઇ.સ.૨૦૧૨ની તુલનામાં આ વર્ષ ઇ.સ.૨૦૧૩માં ધો.૧૨ સાયન્સમાં ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૧૧નો જબ્બર વધારો નોંધાયો છે.

ભાવનગર જિલ્લાનું ગ્રેડવાઇઝ પરિણામ
ગ્રેડ કુલ વિદ્યાર્થીઓ
એ-વન ૧૪
એ-ટુ ૧૭૬
બી-વન પ૦૭
બી-ટુ ૭૯૮
સી-વન ૧૧૨૩
સી-ટુ ૧૩૨૦
ડી ૩૯૯
નીડ ઇમ્પ્રુવમેન્ટ ૪૮પ