• Gujarati News
  • Sivalaya Gangesvara In The Anointing Of Milk Delivered To Poor Children

ગંગેશ્વર શિવાલયમાં અભિષેકનું દૂધ ગરીબ બાળકોને વિતરિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવી પ્રતિકાત્મક)
- ગંગેશ્વર શિવાલયમાં અભિષેકનું દૂધ ગરીબ બાળકોને વિતરિત
- ઉપાસના સાથે સમાજ સેવાનું ઉમદા કાર્ય
- સૌરાષ્ટ્ર સમાચારના અભિયાનને શ્રાવણના અંતિમ ચરણમાં શહેરમાં પણ સારો આવકાર


ભાવનગર : દિવ્ય ભાસ્કર જુથના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ અભિષેકનું દૂધ બાળકોના નામે શર્ષિ‌ક સાથે હાથ ધરાયેલા નવતર અભિયાનને ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી પણ સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. જેમાં શહેરના ફુલસર ખાતેના કર્મચારીનગરમાં આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરમાં અભિષેક માટે જે દૂધ આવે છે તેમાં શિવ અભિષેકમાં પ્રતીકાત્મક દૂધ ચડાવી બાકીનું દૂધ જરૂરીયાતમંદ બાળકોના મોઢા સુધી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત જયંતિગીરી બાપુએ આ અંગે વધુ માહિ‌તી આપતા જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર સમાચારનું આ અભિયાન પ્રશસ્ય છે. આ નવતર અભિયાનથી એક પ્રકારે ઉમદા માનવ સમાજ સેવા થઇ રહી છે. પ્રતીકાત્મક રીતે શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર કે દૂધ ચડાવવાથી પણ ભગવાન આશુતોષના આર્શી‍વાદ મળે જ છે. આ અંગેની વ્યવસ્થા પણ શિવાલય ખાતે ગોઠવવામાં આવી છે. જેથી ખરેખર ગરીબ અને જરૂરવાળા બાળકોના મોઢા સુધી દૂધ પહોંચે છે.