તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'એડમિરલ-૨’ને મંજૂરી ન હોવા છતા અલંગ આવી, જતી રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિવાદાસ્પદ જહાજ ગલ્ફ ઓએસીસને ખેંચીને લાવેલી ટગ
- એજન્ટની ભૂમિકા શંકાસ્પદ : GMBએ NDC અને કસ્ટમ્સે પોર્ટ ક્લીયરન્સ કેવી રીતે આપ્યું તેની ચર્ચા
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કોઇપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના ભાંગવા માટે આવેલા ડેડ વેસલ ગલ્ફ ઓએસીસને કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તેને દુબઇથી ખેંચીને લાવેલી ટગ એડમિરલ-૨ને મંજૂરી નહીં હોવા છતા અલંગમાં આવી હતી અને અહીંથી જીએમબી, કસ્ટમ્સની પરવાનગી લઇ જતી રહી હતી.
ડેડ વેસલ ગલ્ફ ઓએસીસ તા.૩૧ ઓકટોબરના રોજ અલંગમાં આવી પહોંચ્યુ હતુ, પરંતુ સંબંધિત સરકારી કચેરીઓ સમક્ષ પૂર્વ મંજૂરી લીધા વિના જહાજ આવી પહોંચ્યુ હોવાથી કસ્ટમ્સ વિભાગ દ્વારા તેને સીઝ કરવામાં આવ્યુ હતુ. ડેડ વેસલને ખેંચીને લાવેલી ટગ એડમિરલ-૨ આઇ.વી.પ્રકારની હોવા છતા દુબઇથી ભાવનગર સુધી આવી અને વેસલના બીચિંગ બાદ જીએમબી પાસેથી નો ડયૂ સર્ટિ‌ફિકેટ અને કસ્ટમ્સ પાસેથી પોર્ટ ક્લીયરન્સ લઇ દુબઇ રવાના થઇ હતી.
એડમિરલ-૨ને આઇએમઓ નંબર નથી અને તેના વીમાની પોલીસીમાં પણ અરબી સમુદ્ર, ઓમાનની ખાડી, અરબી સમુદ્રમાં સફર ખેડવાની અનુમતિ આપવામાં આવી હતી. જહાજના ભાવનગર ખાતેના એજન્ટ ફોનિક્સ શિપિંગ સર્વિ‌સીઝ દ્વારા જીએમબી અને કસ્ટમ્સ સાથે સાંઠગાંઠ રચી અને એનડીસી અને પીસી હાંસલ કર્યા હોવાની ચર્ચા જાગી છે. ઉપરાંત જીએમબી અને કસ્ટમ્સે પણ આઇવી ટગને આવી પરવાનગી કેવી રીતે આપી છે તેના અંગે જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ તપાસ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે. ઇનલેન્ડ વોટર (આઇ.વી.) ટગ એડમિરલ-૨ પાસે ઇન્ટરનેશનલ મેટિટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઇએમઓ) નંબર પણ નહીં હોવાનું તેના સર્ટિ‌ફિકેટ ઓફ રજીસ્ટ્રી પરથી ફલીત થાય છે.
- કોઇ લેણુ બાકી ન હતુ તેથી એનડીસી અપાયુ
ડેડ વેસલ ગલ્ફ ઓએસીસને ખેંચીને લાવેલી ટગ એડમિરલ-૨ ના પોર્ટ સંબંધિત તમામ ચાર્જીસ ચુકવી દેવામાં આવતા અમારા દ્વારા તેને નો પેન્ડિંગ ડયૂ સર્ટિ‌ફિકેટ આપવામાં આવ્યુ છે. ટગને બાકીની અનુમતિ અમારા વિભાગ દ્વારા આપવાની હોતી નથી. આર.સી.પટેલ, પોર્ટ ઓફિસર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ભાવનગર
મને આઇવી ટગની ખબર જ ન હતી
ટગ એડમિરલ-૨ આઇવી હોવાની મને ખબર ન હતી. આંતરરાષ્ટ્રીય પાણીમાંથી આવી હતી અને અમે લોકો તેના એનડીસી અને પીસી માટે એપ્લાય થયા હતા. કસ્ટમ્સ અને જીએમબી દ્વારા તેને ક્લીયરન્સ આપવામાં આવ્યા હતા, ટગ દુબઇ જતી રહી છે. નરેશ કોઠારી, ફોનિક્સ શિપિંગ એજન્સી, ભાવનગર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો