• Gujarati News
  • Saurashtra Kutchh Varsante Project That Will Remove Water Problem...

વાસંતી વાયરા સાથે ૩૬.૨ ડિગ્રીએ અકળાવનારી ગરમી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં હવે વાસંતી વાયરા ફૂકાવા લાગ્યા છે આજે શહેરનું બપોરનું મહત્તમ તાપમાન વધીને ૩૬.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તો પવનની સરેરાશ ઝડપ ૧૭ કિલોમીટર નોંધાઇ હતી. સાંજના સમયે ગરમીમાંથી રાહત બક્ષતો વાયરો ફૂંકાતા નગરજનો ખુલ્લામાં, સર્કલમાં કે બાગ-બગીચામાં જાય છે.

આજે શહેરનું મહત્તમ તાપમાન જે ગઇ કાલે ૩પ.૪ ડિગ્રી હતું તે આજે વધીને ૩૬.૨ ડિગ્રીને આંબી ગયું હતુ. જો કે રાત્રે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. ગઇ કાલે લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી હતું તે આજે ઘટીને ૨૧.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા રહ્યું હતું.