• Gujarati News
  • Sarapanconi Election Results: Kahin Khushi Kahin Gham It

સરપંચોની ચૂંટણીના પરિણામ જાહેર : કહીં ખુશી તો કહીં ગમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની ૧૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ આજે દરેકના પરિણામો જાહેર થતા ગામના સરપંચો ચંૂટાયા હતા. જેથી દરેક ગામોમાં ખૂશીનો માહોલ છવાયો હતો. તો પરાજીત ઉમેદવારોમાં ગમ છવાઇ ગયો હતો.

ભાવનગર જિલ્લાની ૧૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી ગત તા. ૩ જીને રવિવારે યોજાઇ હતી. જેમાં ૭૫ ટકા જેટલું માતબર મતદાન થયું હતું. કુલ ૯૭ સરપંચ માટે ૨૨૯ ઉમેદવારો અને તેની બોડી માટે ૫૨૦ સભ્યો માટે ૧૧૪૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

આ ૯૭ ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટાતા મિઠાઇઓ વહેચીને વિજય મનાવ્યો હતો. જ્યારે પરાજીત ઉમેદવારોએ ગમમાં ખોવાઇ ગયા હતા. નોંધિનિય છે કે, ગ્રામ્ય કક્ષાએ રાજકિય પક્ષના બજિ રોપાયા છે. તો ક્યાક સરપંચ માટે મતદાનમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કેટલાક ગામોમાં રાજકિય પક્ષો દ્વારા પોતાના સભ્યો અને સરપંચો ચંૂટાયા હોવાના દાવા પણ કરાયા હતા. તો ક્યાંક વેરઝેરના બજિ પણ રોપાયા હોવાનું જાણવા મળેલ છે.