સારંગપુરમાં ભવ્યતાથી ઉજવાશે ફૂલદોલ ઉત્સવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે
દેશ-વિદેશથી ભાવિકો ઉત્સવમાં પધારશે


સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર અને વિશ્વપ્રસિદ્ધ તર્થિભૂમિ સારંગપુરમાં આગામી તા.૨૭ માર્ચે પરંપરાગત ફૂલદોલોત્સવ ભવ્યતાથી ઉજવાશે. ફૂલદોલોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે.
પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યામંદિરની બાજુના વિશાળ મેદાનમાં આ ઉત્સવની મુખ્યસભા થશે. આ ઉત્સવ સભા તા.૨૭મીએ સાંજના ૪ વાગે શરૂ થશે. જયાં સદ્દગુરૂ સંતોમાં પ્રેરક પ્રવચનોનો લાભ મળશે.

ફૂલદોલ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન થશે. બોટાદ, ધંધુકા અને સારંગપુર ક્ષેત્રના કિશોરો ઠેર-ઠેર શાંતિ સભાનું આયોજન કરશે. દવાખાનાઓમાં જઇને બાળકો અને કિશોરો બિમારો માટે સમુહ પ્રાર્થના કરશે. તદ્દઉપરાંત યુવક-યુવતીઓ દ્વારા સેવા યજ્ઞ અને શ્રમયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં તા.૨પમીએ વિરાટ સ્વયંસેવક સભા, તા.૨૬મીએ પ્રાગજી ભક્ત જયંતિ અને તા.૨૭મીએ પુષ્પદોલોત્સવની સભા થશે. આ ઉત્સવ પછી ૭૩ નવ યુવાનો ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને સમાજ અને સત્સંગની સેવા કરશે. વિશ્વના દરેક ખંડમાંથી હરિભક્તો સારંગપુરમાં આ ફુલદોલના ઉત્સવનો લાભ લેવા પધારે છે.