સણોસરાની જુથ અથડામણ સંદર્ભે સામસામી ફરીયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સણોસરામાં ગઇકાલે થયેલી જુથ અથડામણ સંદર્ભે સામસામી ફરીયાદ નોંધાવાઇ છે.
સણોસરાના રહિ‌શ સગરામભાઇ સામતભાઇ રબારીના કાકાની વાડીમાં દારૂ મુકયાની ના પાડતા તે જ ગામના કોળી દેવશી કાળુ, સંજય વલ્લભ, બટુક કાળુ, સુરેશ કાળુ, અશોક બાલા, કિરણ વલ્લભ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ગાળો આપી તેમને તથા તેમના પત્ની જેતુબેનને ગાળો આપી મુઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વેળા સગરામભાઇનુ સોનાનુ ઠોળીયુ તથા ચેઇન પડી ગયો હતો.
જયારે સામા જુથના કોળી પ્રવિણ માવજીભાઇ મકવાણાના ભત્રીજા સગરામભાઇની વાડી પાસે
શૌચક્રિયા કરતા તેને સગરામભાઇએ ઠપકો આપી માર મારતા તેઓ તેમના ઘરે જતા સગરામભાઇ વસ્તાભાઇ, હિ‌રા જોગા, હિ‌રેન જોગા, સુખા માંડલ, જીતુ જોગા, તથા રતા ભોળાભાઇ વ.એ એકસંપ કરી પ્રવિણભાઇ તથા સાહેદોને હથિયારો વડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પીએસઆઇ જાડેજાના માર્ગદર્શન તળે બંદોબસ્ત ગોઠવાયો છે.