શનિની કૃપા મેળવવા આ દિવસ રહેશે શ્રેષ્ઠ, પનોતીના પિડિતોને મળશે રાહત!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શનિની કૃપા માટે બુધવારે શનિ જયંતિએ શ્રેષ્ઠ અવસર
- જ્યોતિષ કથન: બુધવારે વૈશાખ વદ અમાસે શનિદેવની ભક્તિ કરવા માટે આવી રહેલું પાવન પર્વ

ભારતીય જયોતિષ શાસ્ત્રમાં શનિદેવનો મહિ‌મા અદ્ભૂત છે. શનિદેવ રીઝે તો માલામાલ કરે અને રૂઠે તો હોય એ પણ લઇ લે .. શન‌શ્ચિ‌ર જયંતિ વૈશાખ વદ અમાસનાં રોજ ઉજવવામાં આવે છે. વૈશાખ વદ અમાસ, તા.૨૮ મેને બુધવારે શન‌શ્ચિ‌ર જયંતિ ઉજવાશે. શનિ જયંતિનાં મંગલ પર્વે શનિ દેવની ભકિત અને પુજા, સ્મરણ કરવા માટે વિશેષ મહત્વ છે. શનિદેવની પનોતિ ચાલતી હોય એ રાશિનાં જાતકો એ બુધવારે વિશેષ પુજા કરવી.

આ ઉપરાંત જેઓની જન્મકુંડળીમાં શનિ નીચ રાશિમાં હોય, વક્રી હોય, શનિ-રાહુ કે શનિ-કેતુ ની યુતિથી શાપિત દોષ થયો હોય એવા જાતકોએ પણ શનિ દેવની ઉપાસના કરવી. કાળા તલનાં તેલથી અભિષેક કરવો, કાળા તલ, કાળા અડદ કે પછી કાળી દ્રાક્ષ (સુકી ) ધરવા, કાળી કામળી અને કાળા વસ્ત્રોનું દાન આપવું, સ્ટીલનાં વાસણમાં કાળુ ધાન ( કાળા અડદ અથવા કાળા તલ અથવા કાળા મરી ) ભરી તેમાં રૂપીયાનો સિક્કો મુકી ધરવું, કાળા તલનાં લાડુ બાળકોને વહેંચવા, શીંગોડા અથવા કાલા જામ ( મીઠાઇ ) ફળ અને પ્રસાદ રૂપે ધરવા તથા નીચે દર્શાવેલા મંત્રની ૧૦૮ માળા દિવસ દરમિયાન કરવી, હનુમાન ચાલીશાનાં પાઠ કરવા, શનિદેવનો વૈદિક, પુરાણોકત કે બીજ મંત્રની માળા કરવી.

આગળ વાંચો પનોતીના પિડીતો માટે રાહત મેળવવાનો દિવસ, શનિ સ્તોત્ર અને હનુમાન ચાલીસા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે