• Gujarati News
  • Royal Wedding Of NRG Girl In Bhavnagar, US Bridal Arrive In Gujarat

NRG ગર્લના અમેરિકન સાથે રજવાડી સ્ટાઇલથી લગ્ન, હાથી આવ્યો વરઘોડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- લગ્ન કરનાર વહુ અને હાથી પર વરનો વરઘોડો)
- હાથીની અંબાડી પર સવાર થયો વિદેશી વર
- અમેરિકા નિવાસીએ લગ્ન સ્થળ માટે ભાવનગરને પસંદ કર્યું : મોટી સંખ્યામાં અમેરિકનો ઉમટી પડ્યા
- અનોખી બારાત | ભાવનગરના નિલમબાગ ખાતે રજવાડી સ્ટાઇલથી અમેરિકનના લગ્ન


ભાવનગર : શનિવારે રાત્રે ભાવનગરના નિલમબાગથી નિકળેલી રજવાડી ઠાઠમાઠ
સાથેની અમેરિકનની જાને નગરજનોમાં ભારે ઘેલુ લગાડ્યું હતુ. ખાસ તો આ અનોખી રીતે ઉજવાયેલ લગ્નમાં વરરાજાને હાથીની અંબાડી પર બેસાડીને લાવવામાં આવ્યા હતા તો કન્યાને કાચની બગીમાં બેસાડી લગ્નના સ્થળે લાવવામાં આવી હતી.

શહેરમાં શનિવારે રાત્રે નિલમબાગ પેલેસ ખાતેથી હાથીની અંબાડી પર અમેરિકન વરરાજાની જાન નિકળી અને ચર્ચમાં ધાર્મિક વિધી માટે પહોંચી હતી. અમેરિકામાં રહેતા ડો.આશુતોષ કાવપરની પુત્રી દર્શનાના લગ્ન અમેરિકન ક્રિષ્ટોફર સાથે થયા હતા. બંને પરિવારોએ લગ્ન માટે ભાવનગર પર પસંદગી ઉતારી હતી.

રાજા મહારાજાઓની જાન હાથીની અંબાડી પર નીકળતી હતી, પરંતુ ભાવનગરમાં પ્રથમ વખત હાથી પર વરરાજા સવાર થઇને નિકળ્યા હોય તેવું નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.વરને હાથીની અંબાડી પર અને કન્યાને કાચની બગીમાં લગ્ન સ્થળે લાવવામાં આવ્યા હતા. સમગ્ર લગ્નમાં અડધો અડધ મહેમાનો અમેરિકાથી આવ્યા છે.
શાહી લગ્નની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...