તળાજામાં આજે ચૂંટણી આયાતીઓ વચ્ચે જંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- તળાજામાં આજે ચૂંટણી આયાતીઓ વચ્ચે જંગ
- ઈલેકશન|237 મતદાન મથકો પર
- ત્રણે’ય કોળી ઉમેદવારોને કારણે જ્ઞાતિનું રાજકારણ પણ રંગ લાવશે


ભાવનગર. : તળાજા વિધાનસભા બેઠકની આવતીકાલે પેટા ચૂંટણી યોજાશે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો અંતિમ ઘડીએ ગણી રહી છે જ્યારે સામા પક્ષે વહીવટી તંત્ર ચૂંટણી હેમખેમ પૂર્ણ થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યું છે. તળાજામાં બહુમત કોળી સમાજ તરફ દરેકની દ્રષ્ટી છે અને ત્રણેય ઉમેદવારો કોળી સમાજના હોવાથી અન્ય સમાજ પર પણ હારજીતનો મદાર રહ્યો છે.તળાજા વિધાનસભાની આવતીકાલ તા.13ના રોજ યોજાનાર પેટા ચૂંટણીમાં 1,08,899 પુરૂષો અને 95895 સ્ત્રીઓ મળી કુલ 2,04,794 મતદારો પોતાના મતાિધકારનો ઉપયોગ કરશે.

મતદાન માટે કુલ 237 મતદાન મથકો પર મતદાન થશે. તળાજા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ (યુ) ત્રણે’ય પક્ષના કોળી સમાજના જ ઉમેદવાર છે. તળાજામાં બહુમત કોળી સમાજ હોવાથી ત્રણે’ય ઉમેદવારો વચ્ચે કોળી સમાજની દ્રષ્ટીએ ભારે ખેંચતાણ રહેશે.તા.16ના રોજ તળાજાની કોલેજમાં મત ગણતરી થશે.