• Gujarati News
  • Rite In The System And The Community In Palitana Invitations Heading

અનુષ્ઠાન મામલે પાલિતાણામાં તંત્ર અને જૈન સમાજ આમને -સામને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ વર્ષ સુધી પાલિતાણામાં મોટા અનુષ્ઠાનો નહીં યોજવાના નિર્ણયના ઉચ્ચ કક્ષાએથી પડેલા ઘેરા પડઘા : પ્રાંત અધિકારીએ તાકિદની બેઠક બોલાવી ઘટતું કરવા અને સુરક્ષા તેમજ અન્યાય બાબતે પગલાં લેવા આપેલી સૂચના

જૈનોના પાવનકારી તર્થિધામ પાલિતાણા ખાતે વિવિધ પ્રશ્ને જૈન સમાજને નડી રહેલી મુશ્કેલીઓ અંગે આગામી ત્રણ વર્ષ સુધી પાલિતાણામાં કોઈ મોટી અનુષ્ઠાન ન કરવાનો નિર્ણય લેવાતા તંત્ર અને જૈન સમાજ આમને-સામને આવી ગયા છે. તંત્રએ આ સ્થિતિ નિવારવા તત્કાલ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આજે બેઠક મળી હતી.
પવિત્ર નગરી પાલિતાણામાં વ્યાપક દુષણો બાબતે રવિવારે જૈનાચાર્યની અને વિવિધ સંઘોની મળેલી બેઠકમાં આગામી ત્રણ વર્ષ સુધી પાલિતાણામાં કોઈ મોટા અનુષ્ઠાનો-મહોત્સવો નહીં યોજવાનાં લીધેલા નિર્ણયનાં પગલે તંત્ર સફાળુ જાગ્યું છે. અને આ પ્રશ્નનાં ઉચ્ચકક્ષાનાં પડેલા પડઘા પડયા છે. ઉચ્ચકક્ષાએથી મળેલી સૂચનાને આધારે પાલિતાણામાં પ્રાંત અધિકારીને આજે વિવિધ વિભાગોનાં અધિકારીઓની બેઠક મળી હતી.

પ્રાંત કચેરી ખાતે તંત્રના વિવિધ વિભાગોના અધિકારી, આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી, ડોળી એસોસિએશન પ્રમુખ, ધર્મશાળા એસોસિએશન પ્રમુખ વિગેરેની બેઠક બોલાવાઈ હતી. જેમાં માસ, મટન, દારૂ અને શેત્રુંજી ડેમમાં પ્રતિબંધિત વિસ્તારમાં થતી માછીમારી, રીક્ષાઓના વધારેલા ભાડા, ડોળીવાળાના ભાવો, ધર્મશાળાઓના વધારે ભાડા, નગરપાલિકા દ્વારા સાફ-સફાઈનો અભાવ, ધર્મશાળામાં અપુરતી પાણીની વ્યવસ્થા તથા યાત્રિકોની સુરક્ષાનો અભાવ, સી.સી. કેમેરા રાખવા બાબતે પ્રાંત અધિકારીએ જે તે વિભાગને ઘટતું કરવા અને પગલા લેવા સુચના આપી હતી.
જ્યારે ગૌવંશની હત્યામાં ગૌવંશ ધારાની કલમ લગાડવા ધારધાર રજૂઆત કરાયેલ ત્યારે આજની મીટીંગ બાદ કેટલા કડક પગલાં લેવાય છે જે આગામી સમય કહેશે અને કડક અમલવારી થશે તો ધાર્મિ‌ક અનુષ્ઠાન શરૂ રહે તેમ જણાઈ રહ્યું છે.

આ બેઠકમાં ડે.કલેકટર એન.ડી. ઝાલા, આ.ક. પેઢી, પ્રતિનિધી અને પ્રાર્થના યુવક મંડળ ભાવનગરના પ્રમુખ મનીષભાઈ કનાડીયા, પેઢી મેનેજર ઈન્દ્રવદન શાહ, ધર્મશાળા એસો.ના પ્રમુખ નટુભાઈ નિમ્બાર્ક, ચીફ ઓફીસર દવે, ડોળી એસોસિએશન પ્રમુખ મનાભાઈ રાઠોડ, શેત્રુંજી ડેમ અધિકારી, પી.એસ.આઈ. સાંઢ, વિ.હિ‌.પ. બજરંગદળ પ્રતિનિધિ, મામલતદાર કચેરી પ્રતિનિધિ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આગળ વાંચો વધુ અહેવાલ....

પવિત્ર નગરીમાં દારૂના ખુલ્લેઆમ વેચાણના સરનામા
ગૌવંશની કતલ સામે પાસાની કલમ...