ઢાંકણીયા ગામે જૂથ અથડામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાંકણીયા ગામે રહેતા ફરિયાદી અજયભાઇ પ્રેમજીભાઇ વાટુકીયા જાતે કોળીને ત્યાં આરોપીઓ ભરત ભના ભરવાડ તથા બે અજાણ્યા શખ્સો અજયભાઇને ત્યાં ટ્રેકટરની રોટરીના ભાવ બાબતે બોલાચાલી થતાં આરોપીઓ ઉશ્કેરાઇ જતાં અજયભાઇને લોખંડના પાઇપ વડે ગંભીર ઇજાઓ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતે ફરિયાદી અજયભાઇએ આરોપી ભરત ભના ભરવાડ અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.