રેડક્રોસને રાષ્ટ્રપતિના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રેડક્રોસની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે રાષ્ટ્રીય શાખા દ્વારા પ્રતિ વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન
-સેવા | અદ્વિતીય આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ બદલ

ભાવનગર: આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનવતાવાદી સંસ્થા તરીકે ખ્યાતનામ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દર વર્ષે અદ્વિતીય સેવાઓ બદલ રાષ્ટ્રીય શાખા દ્વારા રેડક્રોસના આજીવન સભ્યને સુર્વણ ચન્દ્રક એનાયત કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે રાજકોટ રેડક્રોસના ચેરમેન ડો. દિપકભાઇ નારોલાને રાષ્ટ્રપતિ દ્વારા સુર્વણચન્દ્રક પ્રદાન કરવામાં આવ્યો હતો.

રેડક્રોસ દ્વારા દર વર્ષે આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન છે જે રેડક્રોસની પ્રવૃતિ"નો વ્યાપ વધારવા માટે રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવે છે. રેડક્રોસના વિકાસમાં ચેરમેન ડો. દિપકભાઇ નારોલાની આગેવાની તળે રેડક્રોસ બ્લડ બેન્ક, આફત નિવારણ, પ્લાનિંગ ઓપરેશન વગેરે મુખ્ય છે. અને થેલેસેમીયા ટ્રાન્સફયુઝન સેન્ટરનું પણ ટૂંક સમયમાં આયોજન છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રને ફાળે રાષ્ટ્રીય રેડક્રોસનો સુવર્ણ ચંદ્રક ગત 20 વર્ષમાં બીજી વખત આવ્યો છે અને એ પણ નોંધનીય છે કે, આ અગાઉ 2006માં ભાવનગર રેડક્રોસના પ્રમુખ પ્રતાપભાઇ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ભાવનગર રેડક્રોસ દ્વારા વર્ષોથી અનેકવિધ આરોગ્યલક્ષી પ્રવૃતિ થઇ રહી છે.