તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથજી રથયાત્રા તૈયારીને આખરી ઓપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નિકળનારી હોય પોલિસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રવિવારે ભગવાનેશ્વર મંદિરને બ્લેક ડેટ કમાન્ડોમાં હવાલે કરાઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી તો જિલ્લા પોલીસ વડા સહિ‌ત પોલિસ તંત્રએ રથયાત્રાના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ભાવનગર પોલિસનું ખાસ વાહન પણ રથયાત્રા બંદોબસ્તમાં જોડાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિશષ્ટિ સાધનો દ્વારા બોમ્બ શોધવાના યંત્ર દ્વારા ગાડીઓનું ચેકીંગ સંવેદનશીલ વિસ્તારમાં હાથ ધરાયું હતું.

અસંખ્ય શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન જગન્નાથજી આગામી તા.૧૦-૭-૧૩ને બુધવારે સવારે ૮ કલાકે મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની સાથે શહેરની પરિક્રમાએ નિકળશે. તેમ રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ રવિવારે મીડીયા કર્મીઓને જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, પ્રારંભે બુધવારે સવારે ૮ કલાકે ભગવાનની મૂર્તિ‌ઓની શાસ્ત્રોક્ત વિધીથી રથયાત્રા કરી પૂજા-અર્ચન કરાશે. બાદ સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને મહારાજા વિજયરાજસિંહના હસ્તે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સુવર્ણ સાવરણાથી છેડાપોરા વિધિ તથા પહિ‌ન્દવિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે.

આ પ્રસંગે સમિતિના પીઢ અગ્રણી ભગવતસિંહ રાણાની સાકરતુલા કરાશે. રથયાત્રાના માર્ગોમાં ભાવિકો માટે ત્રણ ટન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર-ઠેર ૨૦ હજાર ધજાઓ મુકાઈ છે. ભગવાનના આગમનને વધાવવા શહેરીજનોમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં મનમોહક ધજાપતાકા, રોશની અને કમાનો દ્વારા સુશોભન શણગાર થઈ રહ્યો છે. પ્રારંભે કેદારનાથની આપત્તિના દિવંગત આત્માઓની ચિર શાંતિ માટે સૌએ બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.