તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરની પ્રજાનું આરોગ્ય રામભરોસે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંદર દિવસથી ફોગિંગની દવા જ નથી : જાનલેવા રોગચાળાની ભીતિ
- લિંકવર્કરોની ભરતી નહીં થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો


ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં જાનલેવા રોગચાળો થવાની ભીતિ સજાર઼્ઈ છે. મ્યુ.કમિશનર અને પદાધિકારીઓ જાણેન પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય તેમ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છતાં હજુ સુધી ઘરે-ઘરે પેરાનાશક કામગીરી માટે લીંકવર્કરોની ભરતી પણ નથી કરી અને ફોગીંગ માટે છેલ્લા ૧પ દિવસથી ફોગીંગનું લીકવીડ પાયરેથમ પણ નથી.

મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ખુદ માંદગીના બિછાને હોય તેમ મચ્છરજન્ય રોગચાળાની ચોમાસાની ઋતુમાં પ્રજાના આરોગ્યની જાળવણીમાં સદંતર નિષ્ફળ ગયા છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હોવાથી તેને અટકાવવા ચોમાસા પૂર્વેથીજ લીંકવર્કરો દ્વારા ઘરે-ઘરે જઈ પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. પરંતુ ભાવનગર શહેર તો જાણે મચ્છરપ્રુફ હોવાનું આરોગ્ય તંત્ર માનતુ હોય તેમ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પુરો થઈ ગયો છતાં હજુ સુધી લીંક વર્કરોની ભરતી પણ કરી શકયા નથી. લીંકવર્કરોના ઈન્ટરવ્યુ લેવાઈ ગયા છતાં તેઓની નિમણુંકની કામગીરી અટવાયેલી પડી છે.
તદ્દઉપરાંત મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે પાયરેથમ નામની દવા દ્વારા ધુમાડો કરવામાં આવે છે. પરંતુ અર્બન મેલેરિયા વિભાગ પાસે છેલ્લા પંદર દિવસથી પાયરેથમ દવા જ નહિ‌ હોવાથી ફોગીંગ માટેના આઠ મશીનો કચેરીમાં પડયા રહ્યા છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગે ભાવનગરની પ્રજાના આરોગ્યને રામભરોસે મુકી દીધુ છે.

- કમિશનર રજા પર જતા લિંક વર્કરોની નિમણૂંકો અટકી

શહેરમાં પોરાનાશક કામગીરી માટે ૧૦૦ જેટલા લીંકવર્કરોની ભરતી માટે આરોગ્ય વિભાગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જે ભરતીની પ્રક્રિયા કરી તે પણ ઘણી મોડી જ હતી તેમાં કમિશનર રજા પર ચાલ્યા જતા છેલ્લા લાંબા સમયથી ઈન્ટરવ્યૂ લેવાઈ ગયા બાદ હજુ સુધી લીંકવર્કરોની નિમણૂંક જ થવા પામી નથી. શું કમિશનર રજા પર જાય તો લીંક વર્કરોની નિમણૂંકો ન થઈ શકે ? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.

- ડેન્ગ્યુને કારણે ગત વર્ષે શહેરમાં પ મોતના મુખમાં ધકેલાયા

રાજ્યભરમાં ભાવનગર સહિ‌ત સૌરાષ્ટ્ર પંથક ડેન્ગ્યુ માટે ઘણું ચિંતાજનક છે ભાવનગર શહેરમાં ગત વર્ષે ડેન્ગ્યુના ૧૮૪ પોઝીટીવ કેસ થયા હતા અને તે પૈકી પાંચ વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાયા હતા. તેમ છતાં હજુ સુધી આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સુતુ છે.

- વહીવટી અધિકારીને બાયોલોજીસ્ટનો ચાર્જ

મહાપાલિકાનું આરોગ્ય વિભાગ ખાડે ગયુ હોય તેમ આરોગ્ય કેન્દ્રો પરથી આયુષ અને હોમિયોપેથી ડોકટરોને હટાવી એમબીબીએસ ડોકટરોનું નવું ગતકડુ કાઢયુ પરંતુ ર્કોપોરેશનમાં કોઈને રસ જ ન હોય તેમ અડધો અડધ કેન્દ્રો ડોકટરો વગરના છે. તદ્દઉપરાંત બાયોલોજીસ્ટની ટેકનીકલ પોસ્ટ પર વહવટી અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

- ગાંધીનગર વાત થઈ છે બે દિવસમાં દવા આવી જશે...

ફોગીંગ માટેની પાયરેથમ દવા સરકારમાંથી વિનામૂલ્યે આવે છે. સરકારમાં લેબોરેટરી ટેસ્ટીંગ સહિ‌તની કામગીરી શરૂ હતી. ગાંધીનગર વાત કરી છે બે દિવસમાં આવી જશે જ્યારે લીંક વર્કરોની નિમણૂંક પણ સોમવાર સુધીમાં થઈ જશે.
ડો.આર. કે. સિન્હા, આરોગ્ય અધિકારી