• Gujarati News
  • Procession To The Para military Force Stand To Protect

રથયાત્રામાં સુરક્ષા માટે પેરા મિલિટ્રી ફોર્સ ''સ્ટેન્ડ ટુ’’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે રાત્રે ઘોઘાગેઈટ ચોકમાં સંતવાણી ડાયરાનું આયોજન

રથયાત્રા સંદર્ભે શહેરમાં રાજ્યના અન્ય મહાનગરોના પોલીસ કર્મીઓ ઉપરાંત રેપીડ એકશન ફોર્સ, બ્લેક કેટ કમાન્ડો તેમજ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ (સી.આઇ.એસ.એફ.) પેરામીલીટ્રી ફોર્સનું ક્રમશ: આગમન થઇ રહેલ છે. આ તમામ પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સે શનિવારે સવારે રથયાત્રાના માર્ગો પર વાહનો પર તથા પગપાળા રાઉન્ડ લઇ ચોકસાઇપૂર્વક નિરિક્ષણ કર્યુ હતું.

જગન્નાથજી રથયાત્રા નિમિત્તે ડાયરો-સંતવાણીનુ આયોજન તા.૭ જુલાઇને રવિવારે રાત્રે ૧૦ કલાકે ઘોઘાગેઇટ ચોક બીઝનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જો વરસાદ હશે તો યાડરો મોતીબાગ ટાઉનહોલમાં થશે. આ ડાયરામાં માયાબહેન દૂધરેજીયા, સુખદેવ ધામેલિયા, અનિલ વંકાણી, વિ. ધૂમ મચાવશે.

- ટીયર ગેસના સેલ છોડી ડેમોન્સ્ટ્રેશન કરાયું....

રથયાત્રા દરમિયાન અસામાજિક તત્વો ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો તેઓને નિયંત્રણમાં લેવા ભાવનગર પોલીસદળ હસ્તકના અત્યાધુનિક વાહન વ્રજનો ઉપયોગ કરાશે જે સંદર્ભે શનિવારે સવારે એરપોર્ટથી નવાબંદર જવાના માર્ગની વિશાળ ખુલ્લી જગ્યામાં વ્રજ વાહનનું તથા હાથથી અને હથિયાર વડે ફોડી શકાય તેવા ટીયરગેસના સેલ ફોડીને જીવંત નિર્દશન કરવામાં આવ્યું હતું.

- રથયાત્રા પર બાજ નજર રાખવા મુવિંગ સ્પાય કેમેરા

આ વખતે રથયાત્રાને અનુલક્ષીને શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિ‌ત તમામ વિસ્તારોમાં અંદાજે ૪૦ થી પ૦ જેટલા નાઇટવીઝન સાથેના મુવીંગ સ્પાય કેમેરા ગોઠવવામાં આવશે જેના દ્વારા અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવશે. તા.૮/૭ થી તા.૧૧/૭ના રાત્રી સુધી આ કેમેરા દ્વારા સતત લાઇવ રેકોડીંગ થશે. આ ૪૦ થી પ૦ કેમેરાઓનો કન્ટ્રોલરૂમ પોલીસ અધિક્ષકની કચેરીમાં શરૂ કરાશે. જે માટે ગાંધીનગરથી સ્પાય મુવીંગ ફાળવાયા છે. આ મુવીંગ કેમેરા રથયાત્રાના માર્ગો ઉપરાંત તમામ ભીડભાડ વાળી જગ્યાએ ગુપ્ત સ્થળોએ ગોઠવાશે.
અંતરિપ શુદ, એ.એસ.પી.

- રાજકોટથી પાવરફુલ વોટર કેનન આવ્યું

રાજકોટ સીટી પોલીસ મથક હસ્તકનું અત્યાધુનિક સાધનોથી સુસજ્જ પાવરફુલ વોટર કેનન શનિવારે ભાવનગર આવ્યું હતું. આ વખતની રથયાત્રામાં તે પણ સાથે જોડાશે. આ વોટરકેનન કોઇ કારણસર તે ગઇકાલે અમદાવાદ પહોંચી જતા તેને ભાવનગર તરફ રવાના કરવામાં આવ્યું હતું.