• Gujarati News
  • Pradaxina Of Satrunjay Dunagar In Palitana Latest News

પાલીતાણા: શત્રુંજય ડુંગર ગુંજી ઉઠશે, ૭૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓ આવવાનો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શુક્રવારે આદિનાથનાં નાદ સાથે ગુંજી ઉઠશે શત્રુંજય ડુંગર
- પાલીતાણા ખાતે ૭૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓ આવવાનો અંદાજ
- આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના જૈન યુવક મંડળ, પોલીસ તંત્ર, એસ.ટી. તંત્ર સહિ‌તનાં સરકારી તંત્રો દ્વારા યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થા જળવાશે


જૈનોની પવિત્ર તર્થિભૂમિ પાલિતાણા ખાતે શત્રુંજ્ય ડુંગર પર આગામી ફાગણ સુદ તેરસ (ઢેબરા તેરસ)નાં દિવસે ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાંથી હજારો યાત્રાળુઓ જાત્રા કરવા માટે ઉમટશે. શત્રુંજય તર્થિની છ ગાઉની પ્રદક્ષિણા કરીને અતિ ક્રુર જીવો પણ સંત બની સાધના શિખર પર ચઢીને સિદ્ધ થયા છે. આ યાત્રા કરવા માટે એવા વ્યક્તિઓ પણ પધારે છે કે જેમણે મોટર-ગાડી,સ્કૂટર કે પ્લેન સિવાય પગ જમીન પર ન મુક્યો હોય તેઓ પણ પગપાળા છ ગાઉની યાત્રા કરી ધન્ય બને છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના યુવક મંડળ ભાવનગર, પોલીસ તંત્ર અને એસ.ટી.તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણ સુદ તેરસની યાત્રા જૈનો માટે આસ્થાનું પ્રતિક છે અને દર વર્ષે પરંપરા ગત દેશવિદેશથી ખાસ યાત્રા કરવા માટે જૈનો અને જૈનેતરો પાલિતાણા શ્રદ્ધાભેર છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ આદપુરમાં ખાણી-પીણી માટેનાં ૯૬ પાલ ઊભા કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા-શત્રુંજય પર્વતની પરંપરાગત યાત્રા ફાગણ સુદ તેરસ તા.૧૪ને શુક્રવારે યોજાશે.

પાલીતાણામાં બિરાજમાન ૪પ૦થી વધુ પૂજ્ય આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીની નિશ્રામાં અંદાજિત ૭૦ હજાર જેટલા યાત્રાળુઓ આ યાત્રાનો લાભ લેશો. પાલીતાણા ખાતે આવેલ આણંદજી-કલ્યાણજી પેઢી દ્વારા આદપુરમાં જુદા-જુદા ગામ-મંડપ-સંસ્થાના ૯૬ પાલ ઊભા કરાયા છે. જેમાં દહીં-ઢેબરા સહિ‌તની ખાદ્ય ચીજ-વસ્તુઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ૩૦ જેટલા પાલ સંઘ પૂજન માટે ઊભા કરાયા છે. દવાની પણ સુંદર વ્યવસ્થા છે. તદ્દઉપરાંત મેડીકલની પણ સુવિધા છે. પેઢીનાં પ૦ જેટલા સિક્યુરીટી ગાર્ડ પણ વ્યવસ્થા માટે મુકાયા છે.

ઉપરાંત ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાર્થના જૈન યુવક મંડળ ભાવનગરનાં ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો છેક તળેટીથી શત્રુંજ્ય ટોચ સુધીનાં રસ્તે વ્યવસ્થા માટે ખડેપગે સેવા આપશે. વહેલી સવારે ૪.૦૦ વાગ્યે તળેટીથી જય... જય... આદીનાથનાં નાદ સાથે ફાગણ સુદ તેરસની યાત્રાનો આરંભ થશે. અને છ ગાઉની પ્રદક્ષિણા કરી આદપુર પાલમાં સૌ યાત્રાળુઓ પહોંચશે. જ્યાં સૌ યાત્રિકોનું સંઘપૂજન કરવામાં આવશે અને પાલમાં ભક્તિ કરવામાં આવશે. પાલીતાણામાં આવેલ ૧૨પ જેટલી ધર્મશાળાઓ અત્યારથી જ યાત્રાળુઓથી ફૂલ થઈ ગઈ છે. અને હજુ પણ યાત્રાળુઓની આવક શરૂ છે.

આગળ વાંચો, ભાવનગરથી પાલિતાણા જવા અગિયાર એસ.ટી. બસ ઉપડશે : પાલીતાણાથી આદપુર જવા માટે એસ.ટી. દ્વારા ૩૦ નવી બસ ફાળવાય..., યાત્રાળુઓ માટે ખાસ..., પોલીસ બંદોબસ્ત..., ફેક્ટ ફાઈલ