તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના માણસો છીએ ખાવાનું ગમે ત્યાંથી કરી આપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પોલીસના માણસો છીએ ખાવાનું ગમે ત્યાંથી કરી આપ
-શહેરના દાળપુરીના રેસ્ટોરન્ટમાં ચાર શખ્સોની ખુલ્લેઆમ દાદાગીરી
ભાવનગર શહેર મધ્યે દાળ-પુરીના રેસ્ટોરન્ટમાં આવીને ચાર શખ્સોએ 'અમે પોલીસના માણસો છીએ, આવાનું આપ, ન હોય તો ગમે ત્યાથી લાવી આપ’ કહીને ખુલ્લેઆમ દાદાગીરી કરતા પોલીસમાં રજૂઆત કરાઇ છે. જોકે, આ આરોપીઓ સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું જણાવાયું હતું.
શહેર મધ્યે બિઝનેસ સેન્ટરમાં રેસ્ટોરેન્ટ ચલાવતા બલદેવ ઉર્ફે બિલન્દ સાજનદાસ પીજાણીએ સી ડીવીઝનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬/૧૧/૧૩ના રોજ અમો બપોરના દુકાને બેઠા હતા તે સમયે આશરે ૩/૪પથી ૪ના અરસામાં ચાર ઇસમો કે જેને અમો નામ નમુદથી ઓળખતા નથી તેઓ બાઇક સીબીઝેડ નં.જી.જે.૪ બીએફ ઉપર આવેલા અને અમારી દુકાને આવીને કહેલ કે, અમને ખાવાનું આપો પરંતુ અમોએ જણાવેલ કે અમારી દુકાનનો સમય પુરો થયેલ છે અને તમામ માલ ખાલી થઇ ગયેલ છે.
જેથી કોઇ વસ્તુ હાજરમાં નથી, જેથી આ ચારેય ઇસમોઓએ અમારા દુકાનમાં નાસ્તાની ડીસો પછાડી અને તેમાંથી એક નાઇટ ડ્રેસ પહેરાલા ઇસમે મને ગાળ આપેલી અને કહેલ કે અમો પોલીસના માણસો છીએ, તારે દુકાન ચલાવી હોય તો તુ અમોને ખાવાનું આપ, અગર બહારથી મંગાવીને આપ, નહીંતર તારી દુકાનને અત્યાર ને અત્યારે તાળા મારી દે, અને તહેવારો પતે એટલે તારો મોટો તોડ થઇ જશે અને કાલથી દુકાન ખુલ્લી છે તો તુ જાનથી જઇશ, અને અમોને તું ઓળખતો નથી, અમો ખાખી વર્દીવાળા છીએ અને ખાખીથી બધા ભાગે છે, તેમ કહી અને પૈસાના ગલામાં લૂંટ કરવાની કોશીશ કરેલ.
પરંતુ અમોએ ગલ્લાનો બચાવ કરતા આ શકય બનેલ નહી અને અમોએ અમારા મોબાઇલ ફોન ઉપર પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરતા અને પોલીસ વાન આવતા આ લોકો બાઇક લઇને નાસી છુટેલા.
આ સમગ્ર બનાવની પોલીસ આવતા અમોએ સી.સી. કમેરાનું રેકોડીંગ બતાવેલ છે. આ અંગે વધુ તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે. નોંધનિય છે કે, આ ઘટના કોઇ રાગદ્વેશથી બની હતી કે, કોઇ લુખ્ખા હતા. તે બાબત તપાસમાં જ બહાર આવશે.