મોરના પાંચ ઈંડા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોરના પાંચ ઈંડા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
- ઈંડા સલામત સ્થળે છોડી દેવાયા
- વન વિભાગે ગોપનાથ રૂટ ઉપર કરેલું ચેકિંગ ત્રણેયને જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ


તળાજા : તળાજા વન વિભાગે મોરના પાંચ ઇંડા સાથે 3 ઇસમોને ઝડપી જેલહવાલે કરેલ છે. તંત્ર દ્વારા તપાસ દરમિયાન ગોપનાથ રૂટ ઉપર પસાર થઈ રહેલા 3 ઈસમોને શંકાના દાયરામાં પૂછરછ કરવામાં આવી હતી. જેથી તેથી પાસેથી મોરના ઈંડા મળી આવતા તંત્રએ વધુ કાર્યવાહ હાથ ધર હતી. તળાજા વન વિભાગના ફોરેસ્ટર એચ.જે. વાંદા અને બીટગાડ ડી.જી. માઇડા ગોપનાથ રૂટ પર ચેકીંગમાં હતા ત્યારે ફુલસર ગામના ધીરૂ નાનુ વાઘેલા, વલકુ પુના વાઘેલા અને નીરૂ પુના દેવીપુજકને શક પરથી અટકાવી પુછપરછ કરતા તેઓની થેલીમાંથી માદા મોર (ઢેલ)ના પાંચ ઇંડા કબજામાં રાખી જતા હોઇ મુદામાલ સાથે ઝડપી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ધરપકડ કરી તળાજા કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમજ જીલ્લા જેલહવાલે કરેલ છે.

ઇંડા ચાર જીવીત હતા 1 તુટેલ હોઇ જીવીત ઇંડાને ફુલસર તળાવ નજીક મોરના રહેઠાણ પાસે સલામત મુકવા આવ્યા છે. નોંધનીય છે કે, મોર એ રાષ્ટ્રીય પક્ષી છે તેમજ સિડઅુલ વન-1 હેઠળ આરક્ષિત હોવાથી તેનો શિકાર કરનાર સામે ગૂન્હો દાખલ કરવામાં આવે છે જોકે હાલમાં આ શખ્સો ઈંડા સાથે પકડાયા છે પણ તેઓએ કોઈ શિકાર કર્યો છે કે અથવા તો ગૂન્હાહીત પ્રવૃિત્ત કરેછે કે તે વિષે તપાસ હાથ ધરાઈ છે.