ગુજરાતના આ દરબારગઢમાં 175 વરસ રાજવીઓએ ચલાવ્યું રાજ્યાસન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉમરાળામાં તંત્રના વાંકે ભૂતકાળમાં ફેરવાશે દરબારગઢ
- વહેલી તકે મરામત નહીં કરવામાં આવે તો રજવાડી નઝરાણું કાળના પ્રવાહમાં ખતમ થઇ જશે


રાજાશાહી યુગના સંભારણા સમી એક ઇમારત કે જે દરબારગઢ તરીકે ઓળખાય છે તે કાળની થપાટો ખાઇને વર્ષોથી ઉમરાળાનુ ગૌરવ વધારનારી આ ઇમારત જાળવણીના વાંકે ભુતકાળ બની જશે. ઇ.સ. ૧૩૯પથી ૧૪૨૦ સુધી શાસન કરનાર ગોહિ‌લ રાજવંશી કાનોજી ગોહિ‌લે પોતાની રાજગાદી ઘોઘાથી ઉમરાળા ખાતે ફેરવી અને ઇ.સ. ૧પ૭૦થી ૧૬૦૦ સુધી શાસન કરનાર વીસાજી ગોહિ‌લે ગાદી ઉમરાળાથી શિહોર ખાતે ફેરવેલ, આમ ઉમરાળામાં આશરે ૧૭પ વરસ સુધી જુદા જુદા સાત ગોહિ‌લ રાજવીઓને રાજ્યાસન ચલાવેલ હતુ.

લગભગ દરેક જગ્યાએ હોય છે તેમ અહિ‌ પણ આ બિલ્ડીંગનો ઉપયોગ સરકારી કચેરીઓને બેસવા માટે થાય છે. વિશાળ પ્રાંગણમાં અત્યારે તાલુકા મામલતદાર કચેરી અને તેના તાબાની ઓફીસો, ન્યાયકોર્ટ, જેલ, ગ્રામ પંચાયત કચેરી, સીટી સર્વે કચેરી, મહિ‌લા વિકાસ કેન્દ્ર સહિ‌તની ઓફીસો બેસે છે. આ પહેલા સરકારે બંધ કરેલ સબતિજોરી કચેરી, ખેતીવાડી કચેરી, ઘેટા ઉછેર કેન્દ્ર, ખાદી કાર્યાલય વિગેરે કચેરીઓ પણ અહિ‌ બેસતી હતી.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...