સિહોરની પવિત્ર ધરતી પર શકિતસિંહની શકિત ભાજપમાં જોડાઇ :રૂપાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર સિંધી કેમ્પ ખાતે ૧પ-ભાવનગરના લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં પરશોતમભાઇ રૂપાલાની જંગી જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરબતસિંહ ગોહિ‌લ અને અને તેમના દીકરા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય દિગ્વિજયસિંહ ગોહિ‌લ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ખેસ પર્હેયો હતો. આ સભામાં એન.એસ.યુ.આઇ.ના હોદેદારો અને કોંગ્રેસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું હતું.

સિહોર સિંધી કેમ્પ ખાતે યોજાયેલ પરશોતમભાઇ રૂપાલાની જંગી જાહેર સભામાં કોંગ્રેસના માજી ધારાસભ્ય પરબતસિંહ ગોહિ‌લ, દિગ્વિજયસિંહ ગોહિ‌લ (કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય), રાધિકાબેન પરમાર (પ્રમુખ મહિ‌લા કોંગ્રેસ), પાંચુભાઇ ઢીલા (પ્રમુખ બક્ષીપંચ મોરચો તળાજા કોંગ્રેસ), વરુણભાઇ પટેલ (મહામંત્રી યુવા કોંગ્રેસ ભાવનગર), વિજયસિંહ જાડેજા (ઉપપ્રમુખ એન.એસ.યુ.આઇ.), પવન મજેઠિયા (ઉપપ્રમુખ એન.એસ.યુ.આઇ.), પાર્થ દવે (મહામંત્રી એન.એસ.યુ.આઇ.), ઋચિર ઓઝા (મહામંત્રી એન.એસ.યુ.આઇ.), પ્રદીપસિંહ ગોહિ‌લ (મંત્રી એન.એસ.યુ.આઇ.), ધવલ વાઘાણી (મંત્રી એન.એસ.યુ.આઇ.),ભારતીબેન ગોસ્વામી (પ્રમુખ સિહોર મહિ‌લા કોંગ્રેસ), ધારાબેન જિજ્ઞેશભાઇ હલુકા (મહિ‌લા કાર્યકર્તા કોંગ્રેસ) કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ પર્હેયો હતો.

આગળ વાંચો વાર-તહેવારે ગરીબ પણ ઘરેણા બહાર કાઢે છે પણ કોંગ્રેસના વડાપ્રધાન આજ દિન સુધી દેખાણા નથી...