• Gujarati News
  • Palitana Adisvara Traditional Grandfather Birthday Celebration

પાલિતાણામાં આદિશ્વર દાદાની વર્ષગાંઠની પરંપરાગત ઉજવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણામાં ભૂરીબા ધર્મશાળાના યાત્રિકોએ ૯૯ યાત્રા કરવાનું ટાળ્યું : અન્ય ધર્મશાળાના યાત્રિકોએ યાત્રા શરૂ રાખી

જૈન સમાજના પાવનકારી ર્તી‍થધામ પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર નવ્વાણું યાત્રા કરી રહેલા દેશભરમાંથી આવેલા યુવક-યુવતીઓ અને દાતા પરિવાર પર ગઇ કાલે પુજારીઓ અને સુરક્ષા કર્મી‍ઓ દ્વારા હુમલાના બનાવ બાદ સમસ્ત જૈન સંઘમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ ઘટનાની જાણ થતા આજે પણ ભાવનગર સહિ‌ત સૌરાષ્ટ્રમાંથી જૈન સંઘના અગ્રણીઓ પાલિતાણા આવી સ્થિતિને પૂર્વવત કરવા માટે બેઠકોનો દોર શરુ રાખ્યો હતો. આજે ભુરીબા ધર્મશાળાના યાત્રિકો ૯૯ યાત્રા કરવાથી દુર રહ્યાં હતા જો કે અન્ય ધર્મશાળાના યાત્રાળુઓએ યાત્રા શરુ રાખી હતી. આજે તળેટીમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન પૂ.આદિશ્વર દાદાની ૪૮૨મી સાલગીરીની પરંપરાગત ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી.

ગઇ કાલની ઘટના બાદ આજે પાલિતાણામાં પોલિસ તંત્રનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઇ કાલની ઘટના બાદ બાળકો અને યાત્રાળુઓમાં ચિંતાનુ વાતાવરણ હોય આજે ભુરીબા ધર્મશાળાના યાત્રિકોએ ૯૯ યાત્રા કરવાનુ બંધ રાખ્યુ હતુ. જો કે અન્ય ધર્મશાળામાં ઉતરેલા યાત્રાળુઓએ ૯૯ યાત્રા રાબેતા મુજબ શરુ રાખી હતી. દરમિયાનમાં આ ર્તી‍થધામમાં શત્રુંજ્ય પર્વત પરના મુખ્ય દેરાસર આદિનાથ ભગવાનની ૪૮૨મી સાલગીરીની આજે ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ધર્મપ્રેમીઓની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો શરુ થયા હતા. આજે દાદાની વર્ષગાંઠનો અવસર હોય જૈન સમાજના યાત્રાળુઓનો પ્રવાહ વધ્યો હતો. આજે દાદાની ધજારોપણ માટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના પ્રાણલાલભાઇ સોમચંદભાઇ શાહે(હસ્તક પસાભાઇ પરીખ) રૂ..પ.૬૧ લાખની બોલી લગાવી આ ચડાવાનો ધર્મલાભ મેળવ્યો હતો.

આજે દિવસભર અમદાવાદ, મુંબઇ સહિ‌તના જુદા-જુદા સ્થળોએથી પાલિતાણા આવી ૯૯ યાત્રા કરી રહેલાના કુટુંબીજનોએ તેમની ચિંતાભરી પૂછપરછ શરૂ રાખી હતી. ગઇ કાલની ઘટના બાદ પાલિતાણા ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલિસ તંત્રએ જિલ્લાભરમાંથી જવાનો બોલાવી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેમાં ગારિયાધાર, સોનગઢ, સિહોર, જેસર અને ભાવનગરથી પોલિસના જવાનોને બોલાવવામાં આવ્યાં છે.