તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિયરના ટીન ભરેલ કાર ટેમ્પા સાથે અથડાતા એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બિયરના ટીન ભરેલ કાર ટેમ્પા સાથે અથડાતા એકનું મોત
- ટેમ્પામાં સવાર તમામ મુસાફરોને ઇજા
- બોટાદ સાળંગપુર રોડ પરનો બનાવ
બોટાદ :બોટાદના સાળંગપુર રોડ પર બિયરના ટીન ભરી બેફામ રીતે પોતાની કાર ચલાવી થ્રી વ્હીલ ટેમ્પા સાથે અથડાવતા જેમાં ટેમ્પો રોડ નીચે પલટી ખાઇ જતાં ટેમ્પામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જયારે મુસાફરી કરી રહેલ તમામ લોકોને ઇજા થઇ હતી.
સાળંગપુર રોડ પર પોસ્ટ ઓફિસ બાજુથી આવતો થ્રી વ્હીલ ટેમ્પા નંબર જી.જે. 4 વી 5181ના ચાલક મુસાભાઇ ઉંમરભાઇ સેલત અને લખીનાબેન, મહમદભાઇ ઘરે પરત જઇ રહ્યાં હતા.
ત્યારે બોટાદ નગરપાલિકાના પાણી પુરવઠાના પૂર્વ ચેરમેનના પુત્રની સામેથી આવતી હુંડાઇ કંપની કાર નંબર જી.જે. 2 એસી 8083ના ચાલકે પુરઝડપે તેમજ બેફિકરાઇથી માણસની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી થ્રી વ્હીલ સાથે ઘડાકાભેર અથડાવી ટેમ્પાને ગુલાંટ મારી જતા તેમાં સવાર તમામને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જયારે કાર અકસ્માત સર્જી ભાગી હતી પણ આગળ કારને ઝડપી લીધી હતી.
બાદ કારની તપાસ કરતા કારની અંદર બિયરના 16 ટીન મળી આવ્યા હતા. કારના ચાલકે બોટાદ પોલીસને પકડી લીધો હતો તેમજ ટેમ્પાના ચાલક મુસાભાઇ ઉંમરભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.