ધરામાં પગ લપસી જતા સિહોરના આશાસ્પદ યુવકનું મોત નિપજયુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વરસે સારું ચોમાસુ ચાલી રહ્યું છે. જેને કારણે મોટા ભાગના નદી-નાળા અને ચેકડેમો,તળાવો ભરાઇ ગયા છે. સિહોરમાં જગદીશ્વરાનંદ પ્રા.શાળાની પાછળ આવેલ એક ધરામાં સિહોરના આશાસ્પદ બ્રાહ્મણ યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજેલ.

સિહોરમાં કંસારા બજારના સ્વ.અશોકભાઇ જયંતીલાલ ભટ્ટના બે દીકરા પૈકી દીપક ઉર્ફે દીપુ અશોકભાઇ ભટ્ટ (ઉ.વ.૧૯) સિહોર તરશિંગડા રોડ પર આવેલ જગદીશ્વરાનંદ પ્રા.શાળાની પાછળથી પસાર થતા હતા તેવામાં અનાયાસે તેઓનો પગ ત્યાં આવેલ એક ઊંડા ધરામાં લપસી જતાં દીપકભાઇ આ ધરામાં પડી ગયેલ.જેને કારણે તેઓનું મોત નિપજેલ.આ બનાવ બનતા જ સિહોર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન પરમાર, સિહોર ન.પા.સદસ્ય મહેશભાઇ લાલાણી, બ્રહ્મ સમાજના આગેવાનો સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયેલ.

- અંતિમ વિધીનો સામાન આપનારની જ અંતિમ વિદાય

કુદરતની કેવી કરામત કે સ્વ.અશોકભાઇ જયંતીલાલ ભટ્ટનો પરિવાર વર્ષોથી સિહોર મહાજન દ્વારા કોઇ પણ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ વિધિનો સામાન આપવાનું સંચાલન કરે છે. ત્યારે આજે આ જ પરિવારના એક આશાસ્પદ યુવકનું મોત નિપજતા તેઓના પરિવાર પર આભ તૂટી પડયું હતું.