તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • On The Rathyatra Road DistributionThree Tons Of Chickpeas

રથયાત્રાના રૂટ પર ત્રણ ટન ચણાની પ્રસાદીનું વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૂર્ય સોસાયટી અને ચાવડી ગેટમાં બહેનો દ્વારા પ્રસાદીના ચણાની સાફ-સફાઇ કાર્યનો અંત

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ વર્ષે ત્રણ ટનથી વધુ બાફેલા ચણાની પ્રસાદીનું વિતરણ સમગ્ર ૧૮ કિ.મી.ના રથયાત્રાના રૂટ પર કરવામાં આવશે. આ પ્રસાદી ગ્રહણ કરી ભાવિકો પોતાની જાતને ધન્ય સમજે છે. આ પ્રસાદીની સાફ સફાઇના કાર્યનો પાંચ દિવસના શ્રમયજ્ઞ બાદ આજે અંત આવ્યો છે. હવે બાફેલા ચણાનુ પ્રસાદી સ્વરૂપે રથયાત્રાના દિવસે વિતરણ કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની તા.૧૦ જુલાઇને બુધવારે નિકળનારી રથયાત્રામાં આ વર્ષે ત્રણ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કાર્ય થશે. આ અંગે રથયાત્ર સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલિયાએ માહિ‌તી આપતા જણાવ્યું હતુ કે નવાપરા યુવક મંડળે આ વિતરણ કાર્યની જવાબદારી સંભાળી છે. આ મંડળના ૪૦ જેટલા કાર્યકર યુવાનો સમગ્ર રથયાત્રાના ૧૮ કિ.મી. ના રૂટ પર સવારથી રાત્રિ સુધી ખડેપગ રહી ભગવાન જગન્નાથજીની પ્રસાદીનું ભાવભક્તિભેર વિતરણ કરશે.

આ ત્રણ ટન એટલે કે ત્રણ હજાર કિલો ચણાની પ્રસાદી બનાવવામાં આવે તે પહેલા વડવા ચાવડી ગેઈટ અને સૂર્યા સોસાયટી, એમ બે સ્થળોએ મળી કુલ ૬૦થી ૭૦ જેટલા ભાવિક બહેનો દ્વારા ચણાની પ્રસાદીની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો પાંચેક દિવસ પહેલાં આરંભ થયો હતો અને દરરોજના ત્રણથી ચાર કલાકના શ્રમયજ્ઞ બાદ આજે સફાઇ કાર્ય પૂર્ણ થયુ છે. સાફ-સફાઈ થયેલા ત્રણ ટન ચણાને બાફીને રથયાત્રાને દિવસે ભાવિકોમાં વહેંચવામાં આવે છે. સમગ્ર રૂટ પર આ પ્રસાદી લેવા પડાપડી થાય છે અને પ્રસાદી ગ્રહણ કરી ભાવિકો પોતાના જાતને ધન્ય ગણે છે.