તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણાના ગૌરવપથ પર સ્ટ્રીટ લાઇટ ત્રણ મહિ‌નાથી બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિયાધાર રોડ પર પેટ્રોલપંપથી દરગાહ સુધી અંધારા : ધૂળની ડમરીઓ ઉડે છે

પાલિતાણા શહેરના ગારિયાધાર રોડ ઉપર છેલ્લા ત્રણ મહિ‌નાથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા આમજનતામાં રોષની લાગણી ફેલાવા પામી છે. પાલિતાણાના ગારિયાધાર રોડ પર પેટ્રોલ પંપથી લીલાપીરની દરગાહ સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ત્રણ મહિ‌નાથી સતત બંધ રહેવાના કારણે વહેલી સવારમાં તેમજ રાત્રીના બહારગામ જતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. અંધારામાં મહિ‌લા વર્ગમાં ભયની લાગણી અનુભવે છે સતત ટ્રાફીકથી ધમધમતો રહેતા આ રોડને સરકારે ગૌરવ પથનું રૂપાળુ નામ આપેલ છે પરંતુ ગૌરવ લેવા જેવું કશુ આ રોડ ઉપર જોવા મળતુ નથી.