તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરઃ છેવાડાના ગામોની પ૦૦ એકરથી વધુ જમીન બિનઉપયોગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નધણિયાતી વિશાળ જમીન દરબારી ઢાડ તરીકે ઓળખાય છે
- વલભીપુર અને ભાવનગર તાલુકાના ગામોની પડતર જમીનને રેવન્યુ સર્વે આપી હરરાજી કરી ઉદ્યોગ-ધંધા માટે આપી શકાય


વલભીપુર અને ભાવનગર તાલુકાનાં છેવાડાનાં ગામડાઓની હદ બહાર એકરોમાં બિન નંબરી જમીન જેમની તેમ બિન ઉપયોગી હાલત પડી છે. જો આ પડતર જમીનને રેવન્યુ સર્વે આપી ઉપયોગ લાયક બનાવવામાં આવેતો સાથણીમાં અથવા તો સીધીજ જાહેર હરરાજી કરી ઉદ્યોગો માટે આપી શકાય તેમ છે. વલભીપુરનાં માલપરા,દાત્રેટીયા ગામની હદ બહાર તથા ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર ગામના પ‌શ્ચિ‌મ સિમાડે રેવન્યુ હદ બહાર આશરે પ૦૦ એકર કરતા પણ વધારે જમીન કે જે હાલ દરબારી ઢાડ તરીકે ઓળખાય છે. આ જમીન ભાવનગર અને અમદાવાદ જિલ્લાનાં સીમાડા ઉપર માપણી થયા વગરની કોઇપણ રેકર્ડ ઉપર ચડેલ નથી. તેવી વણઓળખાયેલ તરીકે હોવાનું જાહેર થાય છે.

આ જમીનમા ભાલ પ્રદેશની નદીઓનું પાણી સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ભરાય જાય છે. તેથી તેમજ નજીક આવેલા કાળીયાર અભ્યારણને લાગુ પડે છે. તેથી અભ્યારણમાંના કાળીયારો પણ મુશ્કેલીમાં મુકાય છે. અને ઘણાં કિસ્સાઓમાં પશુઓ મોતને ભેટતા હોવાના બનાવો બને છે. આ પરિસ્થિતીના નિવારણ માટે આ વિસ્તારમા એક કેનાલ ટાઇપ ગટર બનાવવામાં આવેતો ખંભાતનાં અખાતને અથવા હાલ નર્મદા સરોવર કેનાલ સાથે જોડી દેવામાં આવેતો પર્યાવરણને જાળવી શકાય. સાથોસાથ વિશાળ ક્ષેત્રફળ ધરાવતી જમીનનો ખેતી માટે ઉપયોગ થઇ શકે.

કારણ કે, આ જમીન અધેલાઇ તરફ ભાવનગર-અમદાવાદ હાઇવે સાથે સરળતાથી જોડી શકાય તેમ છે. અને સાથે વેળાવદર ગ્રામ્ય રસ્તા કે જે ભાવનગર અને વલભીપુર તાલુકાને અંતિરીયાળ રસ્તો જોડી શકાય છે. આ જમીન સેઝ માટે નકકી કરેલ જમીન નજીક આવતી હોય. જમીન ઈકો ઝોન માટે ર્રીઝવ રાખવાપાત્ર જમીનમા તેનો સમાવેશ થાય તો પણ આ પ્રશ્નને ગંભીરતાથી વિચારી મોટા પાયે પડતર રહેલ જમીનનો ઉપયોગ કરી શકાય તેમ છે. ઈકો ઝેાનમાં પ કિ.મી.ની ત્રિજયામાં ર્રીઝવ જગ્યામાં આ જમીનનો સમાવેશ થઇ શકે તેમ છે. વળી ન ધણીયાત વિશાળ જમીનના કિસ્સામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી આ બાબતે યોગ્ય પગલા લેવા જોઈએ.