તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીંથરી હોસ્પિ. નવા ટ્રસ્ટીઓનાં નામ પીટી એન્ટ્રીમાં દાખલ ન કરાતા રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચેરિટી કમિ.રાવળ સામે ટ્રસ્ટીઓનો ખુલ્લેઆમ આક્ષેપ
-રાજકોટ કચેરીએ કોઈ સૂચના નહીં આપી હોવાની કમિશનરની કેફિયત


અમરગઢની કે.જે. મહેતા હસ્પિટલમાં ના ટ્રસ્ટીઓની નિમણૂંક થયાને બે માસ વિત્યા છતાં તેમના નામ પીટી
એન્ટ્રીમાં દાખલ કરવા માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા વધુ એક વિવાદ ઉપત્પન્ન થયો છે. આ મામલે ચેરીટી કમીશનર રાવળ સામે આ હોસ્પિટલના નવા ટ્રસ્ટીઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો અને આ મામલે ભાવનગરની કચેરી ખાતે રજૂઆત પણ કરી હતી. જોકે, સામા પક્ષે કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજકોટ કચેરીએ આ મામલામાં હજુ કોઈ સુચના નહીં આપી હોય આ નવા નામો દાખલ કરવામાં આવ્યા નથી.

કે.જે. મહેતા અમરગઢ હોસ્પિટલમાં રાજકોટ ચેરિટી કમિશનર દ્વારા ભાવનગરના ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હોવા છતાં કોઈ અવાંતર હેતુથી ૬૦ દિવસ વિત્યા બાદ પણ ભાવનગર ચેરિટી કમિશનર દ્વારા આ ટ્રસ્ટીઓના નામ પીટી એન્ટ્રીમાં દાખલ નહીં કરાતા વિવાદ ઊભો
થયો છે.

અમરગઢ ટી.બી. હોસ્પિટલના ટ્રસ્ટીપદેથી મનસુખભાઈ વાઘોડીયા એન્ડ કું.ને દૂર કરાયા બાદ રાજકોટ ચેરિટી કમિશનર દ્વારા ભાવનગરના કોમલકાંત શર્મા, રાજેશ મહેતા વિગેરેની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરી હતી. આ નિમણુંકને બે મહિ‌ના વિત્યા છતાં પણ ભાવનગર ચેરિટી કમિશનર રાવળ દ્વારા ઈરાદાપૂર્વક આ ટ્રસ્ટીઓના નામ પીટી એન્ટ્રીમાં દાખલ નહીં કરાયાનો આક્ષેપ આજે ચેરિટી કમિ.ની કચેરીએ રૂબરૂ જઈ ટ્રસ્ટીઓએ કર્યો હતો.

જોકે ચેરિટી કમિશનરે કચેરીનું ઈન્ટરનેટ બંધ હોવાથી અને રાજકોટ કચેરી તરફથી કોઈ સૂચના નહીં મળી હોવાથી આ નામો દાખલ નહિ‌ કરવામાં આવે તેમ જણાવતા વિવાદ વધુ વકર્યો છે.આમ, અગાઉ જયાં વિશ્વ વિખ્યાત ટીબી હોસ્પિટલ હતી ત્યાં વાઘોડીયા ટ્ર્સ્ટે મેડીકલ કોલેજ કરતાં વિવાદ થયો હતો. તે અમરગઢની કે.જે. મહેતા હોસ્પિટલનું ટ્રસ્ટ ફરી એકવાર ચર્ચાના એરણે ચડેલ છે.