• Gujarati News
  • Nests Creating Innovative Experiment To Teach Math Formulas

માળા બનાવીને ગણિતના સૂત્રો શીખવવાનો નવતર પ્રયોગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૦મી માર્ચના 'ચકલી દિન’ નિમિત્તે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયને સાંકળીને નીકલંઠવર્ણી ઈકોકલબ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

પર્યાવરણ અને શિક્ષણના વિષયને સાકળી દેતા સરદારનગર ગુરૂકુળના વિદ્યાર્થીઓને ૧૦િ૧૦ના ખાલી ખોખા આપવામાં આવ્યાં છે અને તેમાં ૨ સેમી જેટલાં હોલ બનાવીને બોક્સ ઉપર ગણિતના સૂત્રો, પ્રમેય સહિ‌તની વિગતો લખવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ચકલી દિન નિમિત્તે આ બોક્સ એટલે કે માળા પોતાના ઘરે લગાડશે અને તેના દ્વારા ગણિત વિષયની તૈયારી કરતાં જશે ને સાથે સાથે ચકલીઓને નિવાસ પણ મળશે. નીલકંઠવર્ણી ઈકો કલબનાં ઈકો ઓફિસર રાજેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આ માળા પોતાના ઘરે રાખશે. તેમજ વિવિધ વિસ્તારોમાં લોકોને વિતરીત પણ કરશે.