• Gujarati News
  • Nandaghar Building Will Not Nirvidhne At Bhavnagar, Although Space Corporation Does Not Work In A Timely Manner

ભાવનગર : નંદઘરોના નિર્માણ નિર્વિધ્ને થતાં નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર શહેરમાં ભુલકાઓ ભણવામાં પા..પા.. પગલી કરવા નંદઘરો સુધી જાય તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા નંદઘરોના નવ નિર્માણ માટે કામો હાથ ઉપર તો લીધા છે, પણ મોટા ભાગે કામો નિર્વિધ્ને પૂર્ણ થતા નથી.
- મુદ્ત પે મુદ્ત|જગ્યા કોર્પોરશનની છતાં કામો સમયસર થતા નથી
- અડધો અડધ નંદઘરોના કામોમાં થઇ રહેલો વિલંબ આમ છતાં તંત્ર ચૂપ
ભાવનગર રહેરમાં અત્યાર સુધીમાં 93 નંદઘરોના નિર્માણ થયા છે, બાકીના અનેક કામો હજુ હાથ ઉપર છે, કોઇ કામોમાં રહીશો વિરોધ કરે છે, તો કોઇક કામોમાં દબાણકારો વિરોધ કરે છે, ખરેખર જગ્યા કોર્પોરશનની હોવા છતાં તંત્ર આ કામ કરી શક નથી. બાંધકામ ખાતુ કામ કરવા જાય તો વિરોધનો સૂર ઉઠે એટલે કચેરી ભેગંુ થઇ જાય છે, ખરેખર આ જગ્યા એસ્ટેટે જ સુચિત કરેલી હોય છે, પણ એસ્ટેટ ખાતુ હાથ જોડીને બેઠંુ છે. ભાવનગર શહેરના િવવિધ િવસ્તારોમાં ઠેર ઠેર દબાણો ખડકાયેલા છે, જે અનેક પ્રકારે સમસ્યા ઉભી કરે છે. તે હટાવવાની હીંમત તો કરાતી નથી ઉલ્ટાની સરકારની જ યોજનાના કામો કરાવી શકવાની ત્રેવડ એસ્ટેટ ખાતા પાસે નથી. આ ખાતુ અત્યારે સુષુપ્ત અવસ્થામાં છે દબાણકારો પણ હવે તંત્રને ગણકારણતા નથી, ત્યારે કમિશનરે આ બાબતે તપાસ કરીને દબાણકારોથી તંત્ર કેમ દબાય છે, તેની તપાસ કરવા માંગ ઉઠી છે.
પ્રયત્ન કરીએ છીએ, લોકોને સમજાવીને...
વિરોધ ઉઠે છે, લોકોને સમાજાવીએ છીએ પછી ન માને તો તે કામ અન્ય જગ્યાએ કરવામાં આવે છે, દબાણકારોનો મોટો પ્રશ્ન છે, તે હકીકત છે, અમારે કામ એસ્ટેટ વિભાગ જગ્યા સુચિત કરે ત્યાં જ કરવાનંુ હોય છે. > વી.એન.પંડિત, કાર્ય પાલક ઇજનેર, બિલ્ડિંગ, મ્યુ. કોર્પોેરેશન
પ્રયત્ન કરીએ છીએ, લોકોને સમજાવીને...
વિરોધ ઉઠે છે, લોકોને સમાજાવીએ છીએ પછી ન માને તો તે કામ અન્ય જગ્યાએ કરવામાં આવે છે, દબાણકારોનો મોટો પ્રશ્ન છે, તે હકીકત છે, અમારે કામ એસ્ટેટ વિભાગ જગ્યા સુચિત કરે ત્યાં જ કરવાનંુ હોય છે. > વી.એન.પંડિત, કાર્ય પાલક ઇજનેર, બિલ્ડિંગ, મ્યુ. કોર્પોેરેશન
કયાં શંુ પરિસ્થિતિ સર્જાયેલી છે ?
સ્ટેશન રોડ પર ટીસીની બાજુમાં જ દબાણ સાથે ત્રિકોણિય પ્લોટ છે તેટલી જગ્યામાં કામ થાય તેમ નથી.
શિવનગર ક.પરા અને પોપટનગરમાં રાજ્ય સરકારની પડતર જમીન છે.
આનંદનગર 50 વારિયામાં શેડનંુ દબાણ છે, તે તંત્ર હટાવી શકતંુ નથી
આનંદનગર મેલડીમાની ધાર પાસે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.
ડીએસપી ઓફિસમાં બે કામોની મંજુરી મળી ન હતી હવે કામ થઇ શકશે
ભગા તળાવ હેલ્થ સેન્ટરનંુ કામ ડબગરવાડમાં સ્થળાંત કરવંુ પડ્યંુ
એવી સ્કૂલમાં નંદઘરનંુ સ્થળાંતર વાલ્મીકીવાસમાં કરવંુ પડયંુ
આઝાદનગરમા અને નિલકમલ સોસાયટી પાસેના કામો વિલંબ થવાથી મુદ્ત વધારવી પડી