મહુવામાં પ.પૂ.મોરારી બાપુની શુભ નિશ્રામાં માર્ગનું કરાયું નામકરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પૂ.મોરારિબાપુ, વિજય નેમિસૂરિશ્વરજી મ.સા.)
સમારોહ: મહુવા જૈન સંઘ -પાલિકાના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
પૂ.મોરારિબાપુની નિશ્રામાં વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નામ અપાયુ
મહુવા બ્યુરો: મહુવા જૈન સંઘ અને મહુવા નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે કાગબાપુ ચોકથી ટી.સી.પેટ્રોલપંપ સુધીના માર્ગને શાસન સમ્રાટ આચાર્યશ્રી વિજય નેમિસુરીશ્વરજી મ.સા. માર્ગનું નામકરણ વિધિ જૈન બાલાશ્રમ પાસે આજે સવારે પ.પૂ આચાર્ય સોમચંદ્ર સુરીશ્વરજી મ.સા. અને પ.પૂ.મોરારી બાપુની શુભ નિશ્રા અને આશીવર્ચન સાથે યોજવામાં આવેલ.
નામકરણ વિધી મહાનુભાવોના હસ્તે પૂર્ણ થયા બાદ પ.પૂ આચાર્ય સોમચંદ્ર સુરીશ્વરજી મ.સા.એ આશીવર્ચનમાં જણાવેલ કે, સાધુ, સંતો આત્મરામી છે. ધર્મ, સતા અને રાજસતા નિસ્વાર્થ પણે કામ કરે તો સમગ્ર સમાજનો ઉદ્ધાર થાય. સાધુ,સંતો અને રાજકારણીઓની નજર લોકો ઉપર હોય છે. રાજકારણીઓ લોકોની સુખાકારી અને વિકાસની નજરે જોતા હોય છે સાધુ-સંતો જ્ઞાન વૃદ્ધિ માટે જોતા હોય છે. પૂ. બાપુએ શાસન સમ્રાટ વિજય નેમિસુરીશ્વરજી મ.સા.ની ચેતનાને વંદન કરી તેમના માર્ગ ચાલી આપણને પ્રેરણા અને પ્રકાશ મળે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સંજયભાઇ દોશીએ સંભાળી હતી.