• Gujarati News
  • Nagarajana Until Dawn In Bhavnagar Enjoyed The Magnificent Lokadayaro

ભાવનગરમાં પરોઢ સુધી નગરજનોએ માણ્યો ભવ્ય લોકડાયરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના જન્મદિનની ઉજવણી માટે દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર સામેલ થયા અને ભાવસભર બન્યા

ભાવનગરના જન્મદિનની ઉજવણી માટે દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર સામેલ થયા અને ભાવસભર બન્યા


શહેરના ચાર દરવાજાઓનું પુન: નિર્માણનું કાર્ય હાથ ધરાશે સૌરાષ્ટ્ર સમાચારના સહયોગથી ભાવનગર : જૂના ભાવનગર શહેરમાં જુદા જુદા ચાર દરવાજા, ઘોઘા દરવાજા, વરતેજ દરવાજા, રૂવાપરી દરવાજા અને ખાર દરવાજા હતા. આ ચાર દરવાજા શહેરની ભવ્યતા અને રમ્યતાની ઝાંખી કરાવતા હતા. આ પ્રાચીન દરવાજા હાલ અસ્તિત્વમાં નથી. આ અંગે ડાયરામાં કલાકાર અરવિંદભાઇ બારોટની ટકોર બાદ શ્રોતાગણમાં હાજર મેયર સુરેશભાઇ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, વનરાજસિંહ ગોહિ‌લ વિ.એ લોકભાગીદારી દ્વારા દિવ્યભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ ચાર દરવાજાનું પુન: નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તેવી અપીલ કરી હતી.

આગામી ચાર વર્ષમાં લોકોના સહકારથી આ દરવાજાઓનું પુન: નિર્માણ થાય તે માટે અનુદાન આપનાર દાતાઓની નામાવલી પ્રસિદ્ધ કરી આ કાર્ય 'સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા હાથ ધરાશે. ભાવનગરના જન્મદિનની એક સાર્થક ઉજવણીરૂપ આ પગલાને ગણાવી હાજર આગેવાનોએ તેને આવકારી હતી.