વલભીપુરમાં રહેણાંકી વિસ્તારમાં હીરાના કારખાના સામે આંદોલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દબાણ બાબતેની ફરિયાદની દાઝ રાખીને આંદોલન શરૂ કરાયાનો આક્ષેપ : બંને પક્ષે તપાસ જારી

વલભીપુર શહેરમાં આવેલ જુની કોર્ટ પાછળનાં વિસ્તારમાં સ્થાનીક રહીશો દ્વારા હિ‌રાનું કારખાનુ બંધ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયેલ છે. જયારે કારખાનાનાં માલિકે પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરેલ દબાણ દુર કરવાની માંગ સાથે વળતો ઘા કર્યો છે. વલભીપુરમાં જુની કોર્ટ અને હાઇવે નજીક વળા દરબારે પાડેલ પ્લોટોમાં હિ‌રાનું કારખાનુ ઉમેશભાઇ જેતાણી ચલાવે છે.

કારખાનામાં કામ કરતા કારીગરો દ્વારા વિસ્તારની મહિ‌લાઓ સામે અજુગતી હરકતો કરતા હોય. ઉપરાંત ટેપ રેકર્ડ ઉંચા અવાજે વગાડતા હોય જેના કારણે શાંતિનો ભંગ થાય છે. આવા કારણો સાથે મામલતદારને આવેદન પત્ર આપી ઉપવાસ આંદોલન કયું છે. સામે પક્ષે કારખાનાના માલિક ઉમેશભાઇએ વલભીપુર લેખીત રજુઆત કરી છે કે, જાહેર રસ્તા ઉપર દાબણ કર્યુ હોય, જે બાબતે રજુઆત કરાતા તેની દાઝ રાખીને આ કૃત્ય કરાયું છે.

- બંને પક્ષે તપાસ કરીને કાર્યવાહી કરાશે

મને ગઇ તા.૧૯મીનાં રોજ આવેદનપત્ર આપ્યાબાદ મેં પોલીસને તપાસ કરવાનો આદેશ આપેલ હતો. જે અંગે પોલીસે સ્થાનીક રહીશોએ આવેદનપત્રમાં લખેલ આક્ષેપો અંગે તપાસના અંતે કોઇ તથ્ય જણાયું ન હતું. અને કારખાનુ શરૂ કરવાની પરવાનગી બાબતે તપાસ કરાવીશ. છતાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થાય તેવી ર્ફોમ્યલા ઉપર ચર્ચા શરૂ છે.
કે.કે.સોલંકી , મામલતદાર,વલભીપુર