તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં સૌથી વધુ મેઘમહેર તળાજામાં સૌથી ઓછી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૨૯પ મી.મી. વરસાદ સાથે જિલ્લામાં ભાવનગર તાલુકો નંબર વન
- વલભીપુર ૨૯૩ મી.મી. સાથે દ્વિતીય ક્રમે


આ વર્ષે ચોમાસાના બીજા નક્ષત્ર પુનર્વસુના આરંભ સાથે જ સમગ્ર ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડના વરસાદનો આરંભ થઇ ગયો છે. જેમાં ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી વ્યાપક વર્ષા વરસી રહી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે મેઘમહેરમાં ૧૧ તાલુકામાં ૨૯પ મી.મી. વરસાદ સાથે ભાવનગર સૌથી આગળ છે જ્યારે ૧૧૭ મી.મી .વરસાદ સાથે તળાજા સૌથી છેવાડે રહ્યુ છે.

ભાવનગર જિલ્લામાં સિઝનના કુલ સરેરાશ ૬પ૨ મી.મી. વરસાદની તુલનામાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૦૧ મી.મી. એટલે કે ૩પ.૮૨ ટકા વરસાદ વરસી ગયો છે. ઇંચની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો જિલ્લામાં સરેરાશ વાર્ષિ‌ક વરસાદ ૨૨.૪૮ ઇંચ છે તેની સામે અત્યાર સુધીમાં ૮.૦૪ ઇંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાના ૧૧ તાલુકામાં આ વર્ષે મેઘમહેરમાં ભાવનગર સૌથી આગળ થઇ ગયું છે. અત્યાર સુધી વલભીપુર આગળ હતુ પણ હવે ૨૯પ મી.મી. સાથે ભાવનગર પ્રથમ નંબરે અને ૨૯૩ મી.મી. સાથે વલભીપુર બીજા નંબરે છે. જ્યારે તળાજામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ માત્ર ૧૧૭ મી.મી. વરસ્યો છે. આ તાલુકો જિલ્લામાં મેઘમહેરમાં છેવાડે છે. તો ઘોઘા જે અગાઉ છેવાડેના સ્થાને હતુ તે હવે છેલ્લેથી બીજા ક્રમે આવી ગયુ છે.

- તાલુકા મુજબ વરસાદ

- તાલુકો અત્યાર સુધીનો વરસાદ
ભાવનગર ૨૯પ મી.મી.
બોટાદ ૨૦૦ મી.મી.
ગઢડા ૨૦પ મી.મી.
ગારિયાધાર ૧૩પ મી.મી.
ઘોઘા ૧૨૮ મી.મી.
મહુવા ૨૩૩ મી.મી.
પાલિતાણા ૨૩૨ મી.મી.
સિહોર ૨૧૯ મી.મી.
તળાજા ૧૧૭ મી.મી.
ઉમરાળા ૧પ૬ મી.મી.
વલભીપુર ૨૯૩ મી.મી.
ભાવ. જિલ્લો ૨૦૧ મી.મી.