મોરારિબાપુ જમ્મુના પૂરગ્રસ્તોની વહારે, પ્રસાદી રૂપે 1 કરોડની સહાય કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોરારિબાપુની ફાઈલ તસવીર)
- મોરારિબાપુ દ્વારા જમ્મુના પૂરગ્રસ્તોને 1 કરોડની સહાય
- ચિત્રકુટધામ હનુમાનજીની પ્રસાદી રૂપે
-ઉત્તરાખંડ પૂર-પ્રકોપ માટે આવેલ રાહત ફંડમાંથી અસરગ્રસ્તોને ફાળવાયેલી રકમ


મહુવા: તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કુદરતી આપત્તિ આવી પડતા લોકો ભારે સંકટમાં મુકાયા છે. ત્યારે આફતગ્રસ્ત પરિવાર માટે પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુ પણ વહારે આવ્યા છે. અને ઉત્તરાખંડ રાહતનિધી રકમમાંથી એક કરોડની સહાય આપી છે.

ગત વર્ષે ઉતરાખંડના વિસ્તારોમાં અચાનક આવેલ પૂર-પાણી પ્રકોપને કારણે મનુષ્ય-પશુ, પક્ષી તથા પ્રકૃતિએ સારી એવી નુકશાની વેઠવી પડી. વિશાળ પાયા પર જે આપતિ સર્જા‍ઇ હતી તે નિમિત્તે સહાયભુત થવા પૂ. મોરારીબાપૂએ યુ.એસ.એ. નાં બેકર્સફિલ્ડ ખાતે યોજાયેલી રામકથામાં અપીલ કરી હતી. આ અપીલનાં પ્રતિસાદ રૂપે વિશ્વભરનાં રામકથાનાં શ્રોતાઓ દ્વારા રૂા. 10 કરોડથી વધુ રકમ આવી હતી. હાલમાં આપતિગ્રસ્ત લોકોનાં પુન:વસન માટે ઉપરોકત રકમ વાપરવાનું કાર્ય ચાલે છે.

આગળ વાંચો વધુ તસવીરો