અહંકાર દુર કરો તો જ પ્રભુ સાથે મિલનનો સંભવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનાથજી ચરિત્રામૃત સપ્તાહમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટતા મંડપ ટૂંકો પડ્યો

પુષ્ટિ માર્ગની પ્રથમ સીડી એ છે કે અહંકાર દુર કરો તો જ ભગવાનને પામી શકશો તેમ આજે કૃષ્ણનગર વૈષ્ણવ સમાજ અને ગોવર્ધનનાથજીની હવેલી (પરિમલ) દ્વારા આયોજીત પુષ્ટિ ભક્તિ ત્રિવેણી મહોત્સવ અંતર્ગત આયોજીત શ્રીનાથજી ચરિત્રામૃત છઠ્ઠા દિવસે વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદવે જણાવી દરેકને પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો એ શ્રેષ્ઠ સમય છે તેવી શીખ આપી હતી.

આજે કથાના આરંભે યજમાન પરિવાર તથા ટ્રસ્ટ મંડળ દ્વારા માળા રોપણ વિધિ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા વૈષ્ણવાચાર્યને માળારોપણ કરાઇ હતી. આ કથામાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો કથા શ્રવણ માટે ઉમટ્યા હતા.

એક સમયે મંડપ પણ ટૂંકો પડ્યો હતો. સાંજના સમયે રાસોત્સવનું આયોજન કરાયું હતું. આજે સવારે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ પ્રભુજી મહારાજના જન્મદિવસે ગોવર્ધનનાથજી હવેલીમાં પૂજન - અર્ચન કરાયા હતા. આજે વૈષ્ણવાચાર્યએ પ્રભુજીનાં વિવિધ ગુણોનું ગાન કરી વૈષ્ણવોને તેમના માર્ગે ચાલવા સમજણ આપી હતી.