તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળીયુગમાં દાનનો મહિમા સર્વોત્તમ : પૂ.બાપુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પ્રેરણા | જીવિત મહોત્સવ માતૃવંદના કાર્યક્રમ યોજાયો

મહુવા બ્યુરો: સ્વ. જેઠાલાલ દોશી છાપાવાળા પરિવાર મહુવા દ્વારા માતૃશ્રી પ્રભાબેન જીવિત મહોત્સવ તેમજ શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત પ્રભાબેન જેઠાલાલ દોશી છાપાવાળા વિજ્ઞાન ભવનનું લોકાર્પણ સાથે અજાહરા અને પાલીતાણા જાત્રા કાર્યક્રમ ભારે લાગણી પૂર્વક પૂર્ણ થયેલ છે.

પૂ.મોરારીબાપુની નિશ્રામાં જીલ્લા શિક્ષણ અધિકાર એસ.એલ.ડોડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં શ્રી શેઠ એમ.એન. હાઇસ્કૂલ સંકુલમાં બનાવવામાં આવેલ માતૃશ્રી પ્રભાબેન જેઠાલાલ દોશી વિજ્ઞાન ભવનનુ઼ લોકાર્પણ પૂજય મોરારીબાપુના વરદ્દ હસ્તે થયા બાદ પૂ. બાપુએ આર્શીવચન આપતા જણાવેલ કે ‘ વિજ્ઞાન ભવન માટે દાતા પરિવારનો ઉમળકો આવ્યો તે ખરેખર પવિત્ર જ હોય વિજ્ઞાન ભવનની ઉદાર સખાવત બાદ આજે હનુમંત હોસ્પિટલ આરોગ્ય ફંડ અને પાંજરાપોળમાં અનામત રકમની જાહેરાત કરી જે દાન આપ્યું તેને હું પ્રસન્નતા પૂર્વક વધાવું છું છાપા ફેકતા ફેકતા આટલા રૂપિયા ફેંકી શકે તે મારા માટે આનંદની વાત છે. રામાયણ યુગમાં સત્ય, તપ, દયા અને દાનનો મહિમા હતો. કળીયુગમાં સત્ય, તપ અને દયા હવે નથી રહ્યાં પણ દાનનું ચલણ એ કળીયુગમાં મોટુ પગલું છે. છાપાવાળા પરિવારને શુભકામના વ્યકત કરૂ છું. ’ વિજ્ઞાન ભવનના ઉદ્દધાટન બાદ સાંજે જૈન બાલાશ્રમ ખાતે જીવિત મહોત્સવ માતૃ વંદના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારોનો ભાતીગળ કાર્યક્રમ
યોજાયો હતો.