લગ્ન નોંધણી માટે ભાવનગરમાં સુસ્તતા

Marriage registration bhavnagar healthy
Bhaskar News

Bhaskar News

Apr 02, 2013, 12:03 AM IST
જિલ્લામાં વાર્ષિ‌ક સરેરાશ ૨પ૦૦૦ લગ્નની સામે નોંધણી ફક્ત ૧૦ હજાર લોકો જ કરાવે છે : અનેક જગ્યાએ ઉપયોગી દસ્તાવેજ માટે જાગૃતિ જરૂરી
લગ્નની ધાર્મિ‌ક અને સામાજીક રીતી રીવાજો સંપન્ન થઇ ગયા બાદ સામાન્ય રીતે લોકો તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવાનો સંતોષ માની લગ્નની નોંધણી કરાવવાનું મોટાભાગના કિસ્સામાં અવગણે છે, પરંતુ જીવનના અનેક કિસ્સમાં જ્યારે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની આવશ્ક્તા પડે છે ત્યારે લોકોને 'આગ લાગે ત્યારે કુવો ખોદવા’ની સ્થિતીનું નિર્માણ થાય છે.
ભાવનગર જિલ્લામાં પ્રતિ વર્ષ તમામ જ્ઞાતિઓ, ધર્મના લોકોમાં સરેરાશ ૨પ હજારથી વધુ લગ્નો થાય છે, પરંતુ તેનાથી અડધા લોકો પણ લગ્નની નોંધણી કરાવવાનું મુનાસીબ માનતા નથી. હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે દૈનિક સરેરાશ ૩૦ ફાઇલો આવે છે.
મોટાભાગના લોકોને તો લગ્નની નોંધણી ક્યાં અને કેમ કરાવવી પડે છે, તેની માહિ‌તી અથવા જ્ઞાન પણ હોતું નથી. ભાવનગર મહાનગરપાલિકા ખાતે લગ્ન નોંધણી વિભાગમાં સવારે ૧૧ થી૧.૩૦ દરમિયાન નોંધણી કરાવી શકાય છે. તાલુકા મથકોએ લગ્નની નોંધણી સંબંધિત તાલુકા પંચાયતની કચેરીએ કરાવી શકાય છે.
મેરેજ એક્ટ પ્રમાણે જે વિસ્તારમાં લગ્ન થયા હોય ત્યાંજ લગ્ની નોંધણી કરાવી શકાય છે. વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે લગ્નની સીઝનમાં સમુહ લગ્ન બાદ અમારે ખાસ નોંધણી માટે ધસારો રહે છે, પરંતુ અન્ય લોકોને જ્યારે સરકારી દસ્તાવેજોમાં તેની આવશ્ક્તા ઉભી થાય છે ત્યારે પ્રમાણપત્ર મેળવવા માટે દોટ મુકે છે.
આંતર જ્ઞાતિય લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ
લગ્ન કરનાર પુરૂષ અને સ્ત્રીના ધર્મ જુદા જુદા હોય તો મહાનગરપાલિકા ખાતે લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતુ નથી, આવા અરજદારોએ સ્પેશિયલ મેરેજ એક્ટ તળે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરાવવી પડે છે. ઉપરાંત વર અથવા કન્યા બે માંથી એક વિદેશી હોય તો પણ આ પ્રક્રિયાને અનુસરવું પડે છે.
લગ્નનોંધણી વિભાગમાં એક કર્મી, એક જ બારી
ભાવનગર કોર્પો.માં લગ્ન નોંધણી વિભાગમાં માત્ર એક જ કર્મચારી ફરજ બજાવે છે અને તે પણ માત્ર સવારે ૧૧ થી ૧.૩૦ દરમિયાન જ બારી ખુલ્લી રહે છે. ઘણી વખત અરજદારોએ લાઇનમાં વારો આવે ત્યાં સમય પૂર્ણ થતા નિરાશ થઇને પરત ફરવું પડે છે અને પુન: લગ્ન નોંધણી માટે આવવાનું ટાળે છે.
ક્યાં ક્યાં જરૂરી બને છે ?
લગ્ન નોંધણી પ્રમાણપત્ર પાસપોર્ટ બનાવવા માટે, સરકારી નોકરીમાં પ્રવેશતા સમયે, સ્ત્રીના હક્ક હિ‌સ્સાના પ્રસંગો ઉભા થાય ત્યારે, ખાનગી નોકરીમાં રહેણાંક પુરૂ પાડવામાં આવતુ હોય ત્યારે જરૂરી બને છે.
લોકોમાં જાગૃતિ જરૂરી
લગ્ન નોંધણી પ્રમાણપત્ર અનેક સરકારી કામગીરી માટે જરૂરી હોવા છતા લોકોમાં તે મેળવવા માટેની જાગૃતિનો અભાવ જોવા મળે છે. પાસપોર્ટ, કાનૂની પ્રક્રિયા, નોકરી, સ્ત્રીના હક્ક હિ‌સ્સા સહિ‌તની અનેક બાબતોમાં આ પ્રમાણપત્રની જરૂર રહે છે, આવા કિસ્સામાં લોકો દોડાદોડી કરી મૂકે છે.
ડો.આર.કે.સિન્હા, આરોગ્ય અધિકારી, ભાવનગર મહાનગરપાલિકા
લગ્ન નોંધણી માટે ક્યા ક્યા દસ્તાવેજ જરૂરી છે ?
ઉંમરનો પુરાવો :- શાળા છોડયાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો
ઓળખનો પુરાવો :- પાસપોર્ટ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ , આ આધાર પુરાવા ન હોય તો ફોટાવાળુ સોગંદનામુ
લગ્ન અંગેનો પુરાવો:- લગ્નની કંકોતરી, લગ્ન સંસ્કાર, નિકાહનામુ
સાક્ષીઓના પુરાવા : બે સાક્ષીની જરૂર રહે છે, તેઓએ ઓળખના પુરાવા માટે પાસપોર્ટ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ (ખરી નકલ), આ આધાર પુરાવા ન હોય તો ફોટાવાળુ સોગંદનામુ
ફોટા :- નિયત ફોર્મમાં ફોટા લગાડી પતિ, પત્નીએ નીચે સહી કરવી
ફી :- ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર મળે છે, લગ્ન થયાના એક માસમાં રૂ.પ/-, ૩ માસ સુધીમાં રૂ.૧પ/- ૩ માસથી વધુના સમય બાદ રૂ.૨પ/-, ઉપરાંત પ્રતિ કોપી રૂ.૧૦/- ફી ચુકવવાની રહે છે.
એગ્રીમેન્ટ સ્ટેમ્પ :- પ્રતિ રૂ.૧૦૦/-ની બે સ્ટેમ્પ આગળના બન્ને પાને લગાડી અને પતિ-પત્નીએ સહી કરવાની રહે છે.
X
Marriage registration bhavnagar healthy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી