મનહર ઉધાસની ગીત ગઝલનો પ્રોગ્રામ વોકહાર્ટ દ્વારા યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડોક્ટર્સ-ડેની પૂર્વ સંધ્યાએ રંગોલી રીસોર્ટ ખાતે યોજાયેલો કાર્યક્રમ

ભાવનગરની વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ડોક્ટર્સ-ડેની પૂર્વ સંધ્યાએ શહેરના ડોકટર મિત્રો અને આમંત્રિતો માટે 'શામ-એ-ગઝલ’ મનહર ઉધાસનો ગીત-ગઝલનો એક યાદગાર કાર્યક્રમ રંગોલી રીર્સોટના બેન્કવેટ-હોલમાં રાખવામાં આવ્યો હતો. પોતાની કર્મભૂમિ એવા ભાવનગરમાં મનહરભાઈએ એક અલગ તરહમાં જ આ કાર્યક્રમ ધર્મા ઈવેન્ટના માર્ગદર્શન નીચે રજૂ કર્યો હતો.

ગીત-ગઝલોની પસંદગીમાં જુના-નવા હિ‌ન્દી ફિલ્મના ગીતો અને ગુજરાતી ગઝલોની સાથે જાણીતા કવિઓની મુકતકો પણ અસરકારક રીતે રજૂ કરેલ. ફિલ્મ જાંબાઝના ગીત એક તો કમ જિંદગાનીની સાથે આખા હોલમાં એક એક લાઈનમાં ફરી દરેકને વ્યકિતગત રીતે ગીત ગાતા ગાતા મળ્યા હતા. તો પ્રખ્યાત હાલરડુ ગીત દીકરો મારો લાડકવાયો... અને દિકરીના ગીત વખતે પ્રેક્ષકમાંથી તમામ નાના બાળકોને સ્ટેજ પર બોલાવી તેમની સાથે મન મુકીને ઝુમ્યા હતા.

માત્ર ગીતો ગાવાને બદલે પ્રેક્ષકોને પણ પોતાની મનપસંદ ગુજરાતી ગઝલો મ્યુઝીક સાયલન્ટ કરી તેમણે સમુહમાં ગવડાવી હતી. વોકહાર્ટના સોનલ મેડમ અને જવલંત મહેતાની ટીમને આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવેલ. રસોઇ શોની એન્કર સીમાએ આ સમગ્ર કાર્યક્રમની ઉદઘોષણાનો ભાર સુંદર રીતે વહન કરેલ. રંગોલી રીર્સોટના અનિરૂદ્ધસિંહ ગોહિ‌લ, ઋષિરાજસિંહ ગોહિ‌લના સહયોગની આયોજકોએ સરાહના કરી હતી.