ભાવનગર: સગી દીકરી ઉપર વિકૃત ત્રાસ ગુજારનાર શખ્સ સામે ધિક્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સર્વત્ર ફિટકાર|બીજી સ્ત્રીના મોહના કારણે
-
કાયદાની સામાન્ય કલમોથી કાર્યવાહી કરવાને બદલે સમાજને
અસરકર્તા કાયદાની જોગવાઇ ફરી એકવાર વિચારાધિન

ભાવનગર: એક સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી બીજી સાથે સંબંધ બાંધવો કે લગ્ન કરવા તે વાત ભારતીય સંસ્કૃતિમાં ધિક્કારપાત્ર ગણવામાં આવે છે. ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માટે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા શખ્સે પત્ની અને બાળકને કાઢી મુક્યા બાદ સગી પુત્રી ઉપરા શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા ફિરોજ ઉર્ફે રાજુ સમા નામના આ શખ્સ પ્રત્યે ચોતરફથી ધિક્કારની લાગણી વ્યક્ત થઇ રહી છેે.

સગી દીકરીની હાજરીમાં બીજી સ્ત્રી સાથે વિકૃત સંબંધો બાંધનાર ફિરોજ પ્રત્યે માત્ર તેના વિસ્તારમાં જ નહીં સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. વિવિધ સંસ્થાઓ અને લોકોની પણ માંગણી છે કે સમગ્ર સમાજ માટે કલંકરૂપ એવા ફિરોજ સામે એકદમ સખત કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા લોકો માટે તે એક મિસાલ બની જાય. કારણ કે, આવા શખ્સો પ્રતયે સહેજ પણ કુણુ વલણ અપનાવવામાં આવે તો સમાજમાં અન્ય વિકૃત લોકો પણ આવું કૃત્ય કરવાની હિમ્મત કરી શકે. આવા કિસ્સાને સમાન િસવિલ કોડ સાથે પણ સંબંધ હોઇ કાયદાના નિષ્ણાંતો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તેમ ઇચ્છી રહ્યા છે.