સેલિબ્રેશન: લગ્નમાં જેટલા ફંક્શન તેટલા મેકઅપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુલ્હા પણ મેરેજના મેકઅપ માટે ત્રણેક હજાર રૂપિયા ખર્ચતા ખચકાતા નથી
શિયાળુ લગ્નોત્સવની ઉજવણી તેની ચરમસીમાએ પહોંચી ગઇ છે ત્યારે લગ્નના દિવસે દુલ્હનને તો મિસ યુનિવર્સથી જરા પણ ઓછુ દેખાવુ જ નથી ત્યારે આ સુંદરતા માટે સૌથી મહત્વનો ભાગ બ્યુટીપાર્લર અને મેકઅપવાળાનો રહે છે. આજના યુગમાં દુલ્હનની જેમ દુલ્હા પણ મેકઅપ માટે ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા ખર્ચતા ખચકાતા નથી.
ભાવનગર શહેર પણ હવે લગ્નમાં ખર્ચમાં આગળ અને આગળ વધતુ જાય છે. હવે તો હેર કટ અને બ્યુટી પાર્લરમાં મેલ આર્ટિ‌સ્ટોએ પગ પેસારો કર્યો છે અને શહેરની યુવતીઓને મેલ હેરકટ આર્ટિ‌સ્ટ દ્વારા કાપવામાં આવતા હેરકટ વધારે પસંદ આવે છે. આજે ઘણાં બધા ક્ષોત્રો એવાછે કે જેમાં પહેલાં સ્ત્રીઓનું વર્ચસ્વ હતું જ્યાં આજે પુરુષોએ પોતાનો પગદંડો જમાવ્યો છે.
મહિ‌લાઓના ઘણા ક્ષોત્રોને પુરુષોએ પણ પ્રોફેશન તરીકે સ્વીકાર્યો છે. જેમાં કૂકિંગ, ફેશન ડિઝાઇનિંગ, હેરકટ આર્ટિ‌સ્ટનો સમાવેશ થાય છેઅને એમાં મેકઅપ આર્ટિ‌સ્ટનો પણ ઉમેરો થયો છે. જો તમે એકવાર સાંભળો કે મેકઅપ માટેનું બજેટ ૧૨,૦૦૦ રૂપિયા થયું તો તમે બે ઘડી તોઅચંબામાં પડી જશો. પરંતુ એ હકીકત છે કે આજનીયુવતીઓ પૈસા કરતાં તેમના દેખાવને વધારે મહત્ત્વ આપે છે અને તે જ કારણે તેઓપોતાના દેખાવ માટે પૈસા ચૂકવવા પણ હરહંમેશ તૈયાર હોય છે.
શહેરના બ્યુટીપાર્લરવાળા જણાવે છે કે ભાવનગર જેવા શહેરમાં નવવધુને ક્વોલિટી જોઇએ છીએ અને એટલે જ ઘણી વખત એક દિવસના ૧૦,૦૦૦ રૂપિયા પણ ખર્ચે છે. મેરેજમાં જેટલા ફંકશન હોય તે પ્રમાણે અલગ-અલગ પેકેજ અમે આપીએ છીએ. જેમાં ૪,૦૦૦ રૂપિયાથી લઇને ૧૨,૦૦૦ રૂપિયા સુધીનું પેકેજ હોય છે.
મેરેજના ક્યા ફંકશનમાં અલગ અલગ મેકઅપ ?
હસ્તમેળાપ ચોરી
રિસેપ્શન દાંડિયારાસ
જમણવાર સંગીતસંધ્યા
લગ્ન પૂર્વે શું શું તૈયારી ?
બ્લિચિંગ ફેસિયલ
મહેંદી હેર સ્ટાઇલ
હેર કલર વેક્સ
ટેટૂ સાજ-શણગાર