મહુવામાં તબીબી સવલત કાગળ પર જ રહી ગઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકીય ઇચ્છા શકિતના અભાવે સિવીલની સુવિધા માત્ર ચાર દિન કી ચાંદની જેવી અનુભવાઇ

મહુવા નગર સેવા સદન સંચાલીત જનરલ હોસ્પિટલ સરકાર હસ્તક ડીસ્ટ્રીકટ હોસ્પિટલના દરજ્જા સાથે સંચાલનમાં લીધા બાદ પણ પાલીતાણા સબ ડીવીઝનલ હોસ્પિટલના અધીક્ષક પાસે સીડીએમઓ કમ સીવીલ સર્જનનો ચાર્જ ચાલુ રાખવામાં આવેલ છે. જે ચાર્જ મહુવા હોસ્પિટલના અધિક્ષક તરીકે ફરજ બજાવતા તબીબને શા માટે આજ દીન સુધી ફાળવવામાં આવ્યો નથી તેવા પ્રશ્નો સાથે રાજકીય ઈચ્છા શક્તિના અભાવે અન્યાય થઇ રહ્યો હોવાનું અને આપેલા વચન માંથી સરકાર પાછી પાની કરી પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હોવાની લાગણી ઉદભવવા પામેલ છે.

સ્વામીવિવેકાનંદ રેલી ભાવનગર તા.૧પ/૯/૧૨ના રોજ આવેલ ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ના તા.૧૪/૯/૨૦૧૨ના હુકમ અન્વયે મહુવા નગર સેવા સદન સંચાલીત સરકાર હસ્તક પરત લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરજ્જો આપવાની જાહેરાત કરેલ જેને તાળીઓના ગડગડાટ સાથે જીલ્લાની જનતાએ હર્ષોલ્લાસ સાથે સ્વીકારેલ વળી આજ મતલબની જાહેરાત ફરી મુખ્યમંત્રીએ મહુવાની ચૂંટણી સભામાં કરતા મહુવા શહેર અને તાલુકાની જનતામાં આનંદની લાગણી ફેલાઇ હતી.

પરંતુ સરકારના આરોગ્ય વિભાગના અધીક નિયામક કક્ષાએથી ત્રણ માસ સુધી નગર પાલીકા પાસેથી ખર્ચ મેળવી હોસ્પિટલ ચલાવવાની મોખીક સુચનાઓ વિકટ પરિસ્થિતી જન્મી છે. મહુવાની જનરલ હોસ્પિટલને ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જાહેર કરવાછતા તે મુજબની સવલત ઉભી કરવા શા માટે ગ્રાન્ટ, તબીબી સાધનો, દવાઓ વગેરે પુરૂ પાડવામાં આવતી નથી. તેવો સવાલ મહુવા શહેર અને તાલુકાના લોકોમાં ઉભો થવા પામેલ છે

બે ત્રણ દિવસ તો માંડ સરકારી ધોરણે કાર્યવાહી થઇ
તા.૧/પ/૨૦૧૩ ગુજરાત સ્થાપના દિનને પૂ.મોરારીબાપુના હસ્તે આ હોસ્પિટલના અધીક્ષકનો ચાર્જ જાફરાબાદના સરકારી હોસ્પિટલના તબિબી અધીકારીને સોપાયો હતા. ત્યાર બાદ માંડ- માંડ બે ત્રણ દિવસ સરકારી ધોરણે હોસ્પિટલની કાર્યવાહી થઇ હતી. ફરી પૂર્વવત જ ફી વસુલાત શરૂ થઇ ગઇ હતી.

નબળી રાજકીય ઇચ્છા શકિત બહાર આવી
રાજ્યના સને ૨૦૧૩-૧૪ના બજેટમાં મહુવા મ્યુની. હોસ્પિટલને ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવા જરૂરી તમામ નાણાકીય અને સ્ટાફ સેટઅપની જોગવાઇ કરવામાં આવેલ તેમ છતા નબળી રાજકીય ઈચ્છા શક્તિ અને ભાવનગરને વધુ એક અન્યાય કરવાની પરંપરાના પ્રતાપે ભાવનગરની ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મહુવામાં કાર્યરત ન કરવા ના કારસા ધડાઈ રહ્યાં છે.

સેવા સદનને ખર્ચની રકમ પાછળથી પરત આપવાની શરતે સુચના છે
તા.૧/પ/૨૦૧૩થી મહુવા નગર સેવા સદન સંચાલીત જનરલ હોસ્પિટલનો ચાર્જ સરકારશ્રી દ્વારા નીયુક્ત તબીબી અધીકારીને સુપ્રત કરવામાં આવેલ છે ત્યારથી હોસ્પિટલનું સંચાલન તેઓ દ્વારા થાય છે સરકાર દ્વારા ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને બેન્ક એકાઉન્ટ ખુલ્લે ત્યાં સુધી નગર સેવા સદનને પાછળથી પરત આપવાની શરતે ખર્ચની રકમ આપવાની સુચના છે.
આર.કે. પરીખ, ચીફ ઓફીસર, મહુવા નગર સેવા સદન