તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Mahua Swaminarayan Tempal Groundbreaking For The Temple Festival Held

મહુવામાં સ્વામિ. મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મહુવામાં સ્વામિ. મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો
-મંદિરના નિર્માણ માટે પ કરોડ ઉપરાંતની સખાવત
-ઠાકોરજી ઘરે પધાર્યા હોય તેવો આનંદ
પ.પૂ.સનાતન ધ.ધુ. ૧૦૦૮ વિદ્યમાન આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના મહારાજશ્રીના આર્શીવાદ સહ યાજ્ઞાથી મહુવાના આંગણે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું નૂતન શિખરબધ્ધ સ્વામીનારાયણ મુખ્ય મંદિરનો મંગલ શિલાન્યાસ મહોત્સવ પ.પૂ.૧૦૮ ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજના વરદ્હસ્તે તા.૨પ/૧૧ને કારતક વદ-૭ સોમવારે ધામધૂમ પૂર્વક યોજાશે.
નુતન મંદિરના શિલાન્યાસ મહોત્સવ પૂર્વ મહુવા ખારગેટ સ્વામીનારાયણ મંદિર ખાતે બેસતા વર્ષના દિવસે ભવ્ય અન્નકુટ ઘરવામાં આવેલ અને તેનો પ્રસાદ અને કેલેન્ડર મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરે તમામ સોસાયટી, ગામતળની શેરીએ શેરીએ, ઝુપડપટ્ટી વિસ્તાર તેમજ મુસ્લીમ વિસ્તારોમાં કોઇ પણ જ્ઞાતીજાતીના ભેદભાવ વગર પહોંચાડવામાં આવી રહ્યા છે. મહુવાના ઈતીહાસમાં ઘરે-ઘરે અને દુકાને-દુકાને પ્રસાદ પહોંચાડવાનો પ્રથમ પ્રસંગ બન્યો હોય લોકોમાં ઠાકોરજી ઘરે પધાર્યા હોય તેવો આનંદ પ્રસરેલ છે.
શિલાન્યાસ મહોત્સવ પ્રસંગે તા.૨૨/૧૧ થી તા.૨૮/૧૧ શ્રીમદ્ સત્સંગી જીવન કથા પારાયણ મહોત્સવનું આયોજન સુચીત મુખ્ય મંદિરના પટાગંણમાં ગાયત્રી નગર પાસે, મહુવા ખાતે પૂ.સ.ગુ. સ્વામીશ્રી નીત્યસ્વરૂપદાસજી-સરઘારના શ્રી મુખે સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ અને બપોરે ૩ થી ૬ રાખેલ છે. જેનું જીવંતપ્રસારણ લક્ષ્ય ચેનલ દ્વારા થશે. સ્વામીનારાયણ મંદિર માટે આજે સરધાર સત્સંગ શીબીરમાં પ કરોડ પ૧ લાખની ઉદાર સખાવત વિવિધ ભાગ્યશાળીઓ દ્વારા જાહેર થતા આનંદની લાગણી જન્મી છે.