વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આજથી થશે આરંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આજથી થશે આરંભ
- તા.૧૭ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર
- જન્માષ્ટમીની વહેલી સવારે ૬.૧૩ કલાકથી સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે : મઘાનું પાણી મીઠુ હોય છે


ભાવનગર : આ વર્ષે મોડેથી ચોમાસુ શરૂ થયા બાદ હવે વરસાદના વધુ એક સાર્વત્રિક રાઉન્ડની જરૂર છે ત્યારે વરસાદ લાવનાર સૂર્યના દસ નક્ષત્રો મૃગશર્ષિ, આદ્રાર્‍, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષામાં પ્રમાણમાં ઓછો કે સંતોષકારક વરસાદ થયો છે. હવે મઘા-પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી આમ નક્ષત્રોના ૪૪ દિવસ બાકી છે. આમાં તા.૧૭ ઓગસ્ટનાં રોજ સવારના ૬-૧૩ કલાકથી સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે. સિંહ રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે. મઘા નક્ષત્ર તા.૩૦ ઓગસ્ટ સુધી રહેશે.
દેશી કહેવત છે કે 'જો વરસે મઘા તો થાય ધાનના ઢગા (અને ધનના પણ ઢગા)’ મઘા નક્ષત્રમાં વરસનું પાણી મીઠું, શુભ અને પોષણક્ષમ હોય છે. આ નક્ષત્રનું પાણી ગંગાજળ સમુ ગણાય છે.ખગોળ શાસ્ત્ર અનુસાર સૂર્યના આભાસી ભ્રમણ માર્ગને 'ક્રાંતિવૃત્ત’ કહે છે. તેની લગભગ ઉપર જ મઘા નક્ષત્ર આવેલ છે. કોઈપણ નક્ષત્ર તારાના સૂર્યના માર્ગથી લંબ અંતરને 'શર’ કહે છે. મઘા નક્ષત્ર જેને અંગ્રેજીમાં 'રેગ્યુલસ’ કહે છે અને તેનો શરૂ ૨૮ કળશ અને પ૬ વિકળા ઉત્તર તરકનો છે આથી 'ક્રાંતિવૃત્ત’ ઉપર જ કહેવાય. આથી ઘણો વરસાદ લાવનાર નક્ષત્ર કહેવાય છે.

ઘરે બેઠા ગંગા સ્નાનનો લાભ
નક્ષત્રમાં વરસતું પાણી એટલે સાક્ષાત ગંગા નદીનું પાણી. એમ કહેવામાં આવે છે કે ગંગા નદીના પાણી ભરાણા ત્યારે ૧૪ દિવસ સુધી મઘા નક્ષત્ર વરસતું રહ્યું હતુ. આથી અલ્હાબાદ કે હરિદ્વાર-ઋષિકેશ ગયા સિવાય ગંગા સ્નાનનો લાભ ભાવનગરમાં વરસાદમાં નહાઈને લેવાનું ચુકવા જેવું નથી.

મઘાનું પાણી અતિ શુદ્ધ હોય છે...
નાની તાંબાની લોટીમાં વરસતાં વરસાદના પાણીને જીલી લઈ, ભરી લઈને તેના ઉપર સ્ટીલની પતરાનું રેણ કરી. આખું વર્ષ સાચવી રાખીએ આવતા વર્ષે પતરૂ તોડીને પીતા બિલકુલ બગડેલ નહીં હોય. આ પ્રયોગ કરવા જેવો છે.
પ્રો.સુભાષભાઈ મહેતા, ખગોળવિદ્દ