તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણવીમાં બંધ હોટલને પાડી ૧પ લાખનું નુકસાન કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુંબઇના ડોકટરની ફરિયાદના આધારે ચાર શખ્સોની પોલીસે કરેલી ધરપકડ

વલભીપુરનાં પાણવી ગામે હોટલની જગ્યામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી હોટલ પાડી દઇ લાખો રૂપીયાનું નુકશાન કર્યાની પોલીસ ફરીયાદ મુંબઇ સ્થિત ડોકટરે વીટકોસનાં મેનેજીંગ ડાયરેકટર સહિ‌ત પાણવીનાં ત્રણ શખ્સો વિરૂધ્ધ નોંધાવતા ચકચાર મચી જવા પામેલ છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર મૂળ પાણવી ગામનાં વતની અને હાલ મુંબઇ કાંદીવલી ખાતે રહેતા ડો.મહેશભાઈ દુર્ગાશંકર મહેતાએ પાણવી ગામનાં હસમુખભાઈ જુવાનશંગ ડોડીયા, કનકસિંહ દેવુભાઈ ડોડીયા,જયદેવભાઈ માનશંગભાઈ ડોડીયા અને હરેશભાઈ ખુમાનશંગભાઈ ડોડીયા વિરૂધ્ધ પોતાની માલિકીની જગ્યામાં થોડા સમય પૂર્વે બંધ પડેલી હોટલ રામાપીરની જગ્યામાં આ ચારેયે એક સંપ કરી હોટલને જે.સી.બી. તથા ટ્રેકટર વડે તોડી પાડી ને જમીન દોસ્ત કરીને રૂ.૧પ લાખનું નુકશાન કર્યા મતલબની આઈ.પી.સી.ની કલમ-૪૪૭, ૪૪૮, ૪૨૭ અને ૧૧૪ મુજબ ફરીયાદ દાખલ કરાવેલ છે.બનાવની તપાસ પી.એસ.આઈ. એસ.એન.ચુડાસમા ચલાવી રહ્યાં છે.