તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં ધરતીકંપનો આંચકો એક માસમાં 14 વખત ધરા ધ્રૂજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોટાદમાં ધરતીકંપનો આંચકો એક માસમાં 14 વખત ધરા ધ્રૂજી
- 18 ડિસે.થી 17 જાન્યુ.માં 1.5થી લઇ 2.1 મેગ્નિટ્યૂડ સુધીના આંચકા આવ્યા
ભાવનગર : બોટાદના પાળીયાદ નજીક આજે સવારે 9.16 કલાકે 1.5 મેગ્નિટ્યૂડનો ભૂક્ંપનો હળવો આંચકો અનુભવાયો હતો અને આજે આ આંચકાની અસર છેક ભાવનગરના પરા ચિત્રા ફુલસર સહિતના વિસ્તારોમાં અનુભવાઇ હતી. જો કે બોટાદના પાળીયાદની ભૂકંપીય ફોલ્ટ લાઇન હવે સક્રિય થતી જાય છે અને તેજો વધુ એક પુરાવો મળ્યો છે કે આ વિસ્તારમાં 18 ડિસેમ્બરથી લઇ આજે 17 જાન્યુઆરી દરમિયાન હળવી માત્રાના અેકાદ બે નહીં પણ 14 આંચકા નોંધાઇ ચૂક્યા છે.

ગુજરાત સરકારની ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે આજે સવારે 9.16 કલાકે બોટાદથી 37 કિલોમીટર દુર પાળીયાદની દિશામાં એપી સેન્ટર ધરાવતો ભૂકંપનો 1.5 મેગ્નિટ્યૂડનો હળવો આંચકો આવ્યો હતો. જો કે આ આંચકાની અસર આજે સવારે છેક ભાવનગર શહેરના પરા વિસ્તાર ચિત્રા અને ફુલસરમાં પણ અનુભવાઇ હતી. આથી હવે આ પાળીયાદની ફોલ્ટ લાઇન ધીમે ધીમે સક્રિય થઇ રહી છે તેમ કહી શકાય. કારણ કે છેલ્લા એક માસમાં જ આ વિસ્તારમાં એપી સેન્ટર ધરાવતા 1.5 મેગ્નિટ્યૂડથી લઇ 2.1 મેગ્નિટ્યૂડ સુધીના આંચકા નોંધાઇ ચૂક્યા છે.