તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે કેસરીયો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવાનો ધ્વજા લગાડવાની કામગીરીમાં : માર્ગોમાં ૨૦ હજાર ધજાઓ લગાડાશે

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા. ૧૦ જુલાઈને બુધવારે ધામધૂમથી નિકળશે. ભારતમા ત્રીજા અને ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની રથયાત્રામાં જોડાવા ભાવેણા વાસીઓ થનગની રહ્યાં છે. શહેરમાં ઠેર-ઠેર ધજાઓ, કમાનો, કટઆઉટસ અને હોડ`ગ્સે ભારે આકર્ષણ જમાવ્યું છે ત્યારે રથયાત્રાને આખરી ઓપ આપવા રથયાત્રા સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે ત્યારે ભગવાનના વાઘા તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. ભગવાનના જરીકામવાળા વાઘા તૈયાર કરવામાં દોઢેક માસ જેવો સમય લાગતો હોય છે. દર વર્ષે ભગવાનના નવા વાઘા પહેરાવીને જગન્નાથજી ભક્તોને દર્શન આપે છે. રાજયની બીજા ક્રમની રથયાત્રા ૧૮ કિ.મી. ના વિસ્તારોને સાંકળી લઈને પસાર થાય છે.
ઈ.સ. ૧૯૮૬ થી સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રાની શરૂઆત થઈ હતી. સતત ૨૭મી નિકળનારી રથયાત્રા માટે ત્રણ મહિ‌ના અગાઉ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. રથયાત્રા માટે ૨૦ હજાર ધજા બનાવાય છે. ધજા માટેનું કાપડ અમદાવાદથી આવે છે.

રથયાત્રાની તૈયારી માત્ર તંત્રમાં જ નહીં રથયાત્રાના આગેવાનો દ્વારા પણ છેલ્લા ત્રણ મહિ‌નાથી થઈ રહી છે. રથયાત્રા સંદર્ભે જિલ્લાભરમાં ઠેર-ઠેર ગ્રુપ મિટીંગો થાય છે ઉપરાંત સમગ્ર શહેરને કેસરીયા રંગે રંગવા માટે હિ‌ન્દુ ધર્મના પ્રતિક સમી કેસરી ધજાઓ લગાડવા માટે ૪૦ થી પ૦ યુવાનો મહેનત કરી રહ્યાં છે. જયાર રાત્રે ૧૨ વાગ્યાથી સવારે પ સુધી રથયાત્રાના રૂટ પર જ નહીં શહેરભરમાં આ યુવાનો નિસરણી અને ટેમ્પા લઈ દુકાને-દુકાને ધજા પતાકા લગાવે છે.
આમ શહેરમાં રથયાત્રા નિમિત્તે સર્વત્ર કેસરીયો માહોલ ઉભો થયો છે.

- માત્ર તંત્ર જ નહીં આયોજકો પણ તૈયારીમાં વ્યસ્ત...

રથયાત્રાના શાંતિપૂર્ણ અને ઉલ્લાસભર્યા વાતાવરણ માટે તંત્રવાહકો તો જહેમત ઉઠાવતા જ હોય છે પરંતુ રથયાત્રામાં સમિતિનાં આગેવાનો કાર્યકરો પણ દિવસ-રાત્રી એક કરીને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. જેમાં ૧પ૦ થી ૨૦૦ જેટલી ગ્રુપવાઈઝ રાત્રીના મિટીંગો થાય છે. તેમજ એક માસ અગાઉ કાર્યાલયનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થાય છે. આમ તંત્રની સાથોસાથ આયોજકો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.