તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • July 17 Inter collegiate Sports Competitions To Be Initiated

૧૭ જુલાઇથી આંતર કોલેજ રમત-ગમત સ્પર્ધાઓનો થનારો આરંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની વર્ષ ૨૦૧૩-૧૪ની આંતર કોલેજ રમત-ગમત સ્પર્ધાઓનો આરંભ આગામી તા.૧૭ જુલાઇને બુધવારથી થઇ રહ્યો છે. તા.૧૭ જુલાઇને બુધવારે સવારે ૯ કલાકે યુનિ. હોલ અને યુનિ. ગ્રાઉન્ડ ખાતે વળીયા કોલેજના આયોજન હેઠળ ભાઇઓ માટે બેડમિંટન સ્પર્ધા યોજાશે. જ્યારે બહેનો માટે બેડમિંટન સ્પર્ધા તા.૧૮ને ગુરૂવારે ઉપરોક્ત સ્થળ અને ઉપરોક્ત કોલેજના આયોજન હેઠળ યોજાશે.

ભાઇઓ-બહેનો માટે ટેબલ-ટેનિસ સ્પર્ધા તો૨૩ જુલાઇને મંગળવારે યુનિ. હોલ અને યુનિ. ગ્રાઉન્ડ ખાતે સ્વામિ સહજાનંદ કોલેજના આયોજન હેઠળ યોજાશે. ભાઇઓ-બહેનો માટે જિમ્રાસ્ટિક સ્પર્ધા તા.૨પ જુલાઇને ગુરૂવારે માજીરાજ સ્કૂલ ખાતે વળિયા કોલેજના આયોજન હેઠળ યોજાશે. ભાઇઓ માટે ક્રોસ કંન્ટ્રી સ્પર્ધા તા.૨૭ને શનિવારે વાય.જે.દોશી કોલેજ તળાજાના આયોજન હેઠળ તળાજામાં યોજાશે. ભાઇઓ-બહેનો માટે તરણ સ્પર્ધા તા.૨૯ જુલાઇને સોમવારે વળિયા કોલેજના આયોજન હેઠળ ભાવનગરના મ્યુનિ. સ્નાનાગર, નિલમબાગ ખાતે યોજાશે.

ભાઇઓ માટે જુડો-કુસ્તી સ્પર્ધા તા.૨ ઓગસ્ટને શુક્રવાર યુનિ. હોલ અને યુનિ. ગ્રાઉન્ડ ખાતે યુનિ.ના ર્બોડ ઓફ સ્પાર્ટસના આયોજન હેઠળ યોજાશે. ભાઇઓ-બહેનો માટે ચેસ સ્પર્ધા તા.૬થી ૮ ઓગસ્ટ સુધી શામળદાસ કોલેજ ખાતે આ કોલેજના આયોજન હેઠળ ખેલાશે. ભાઇઓ-બહેનો માટે યોગાસન સ્પર્ધા તા.૧૦ ઓગસ્ટને શનિવારે સાકરિયા કોલેજ, બોટાદ ખાતે આ કોલેજના આયોજન હેઠળ ખેલાશે. ભાઇઓ માટે ફૂટબોલ સ્પર્ધા તા.૧૬ અને ૧૭ ઓગસ્ટે યુનિ. ગ્રાઉન્ડ ખાતે શામળદાસ કોલેજના આયોજન હેઠળ ખેલાશે.